News Portal...

Breaking News :

અવનવી વાનગી : આજે આપણે કોબી જુવારના મુઠીયા બનાવની રીત જાણીશું. જે ખાવામાં હેલ્થી અને ખુબ ટેસ્ટી હોય છે.

2024-08-21 17:08:27
અવનવી વાનગી : આજે આપણે કોબી જુવારના મુઠીયા બનાવની રીત જાણીશું. જે ખાવામાં હેલ્થી અને ખુબ ટેસ્ટી હોય છે.


આ વાનગી બનાવવા માટે, એક કપ ખમણેલી કોબી, એક કપ જુવારનો લોટ, દોઢ કપ દહીં, એક ચમચી સફેદ તલ બે ચમચી લીંબુનો રસ, દોઢ થી બે કપ પાણી એક ચમચી ચોપ કરેલ કોથમીર, એક ચમચી આદુ- લસણ ની પેસ્ટ, એક ચમચી લીલા મરચાની પેસ્ટ, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, બે થી ત્રણ ચમચી તેલ, મીઠુ સ્વાદ અનુસાર અને મીઠો લીમડો અને ઉપર ભભરાવવા એક ચમચી કોથમીર ની જરૂર પડે છે. .


હવે બંનાવવા માટે એક ઊંડા વાસણમા કોબી, જુવારનો લોટ, દહીં, કોથમીર, લીંબુનો રસ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી પાણી વડે સુંવાળી કણિક તૈયાર કરો. આ કણિકના ૨ સરખા ભાગ પાડી દરેક ભાગને લાંબા ગોળ નળાકાર સેપ આપી બનાવી લો.હવે એક તેલ ચોપડેલી ચારણીમાં આ તૈયાર કરેલા મુઠીયા મૂકીને ચારણીને બાફવવાના વાસણમાં મૂકી ૨૦ થી ૨૫ મિનિટ સુધી બાફી લીધા પછી તેને ઠંડા થવા બાજુ પર રાખો. 


જયારે  મુઠિયા ઠંડા થાય એટલે તેને ગોળ શેપ કાપીને પીસ બનાવી લો. અને વઘાર કરવા નોનસ્ટિક મા તેલ મૂકી ગરમ કરો હવે તેમાં હિંગ, તલ અને કડી પત્તા ઉમેરો અને સમારેલા મુઠીયા ઉમેરી વઘારી લો અને ઉપર કોથમીર ભભરાવી દો. અને ખાવા માટે સર્વ કરી લો

Reporter: admin

Related Post