સુવાળી બનાવવા માટેની સામગ્રીમાં 500 ગ્રામ મેંદો, 200 ગ્રામ ખાંડ, 120 ગ્રામ ઘી, એકથી દોઢ કપ પાણી, 2 ચમચી તલ અને તડવા માટે તેલ જરૂરી છે. .
એક વાસણમા મેંદો ચાળી લેવો. અને ઘીનું મોણ ઉમેરી લેવું. હવે પાણીમાં ખાંડ ઉમેરી ઓગળી ના જાય ત્યાં સુધી ગરમ કરો. તલને પાણીમાં પાંચ મિનિટ સુધી પલાળી નીતારી લેવા. અને કોરા થઇ ગયા પછી અદ્યકચરા વાટી લેવા. હવે મેંદામાં તલ અને ખાંડ વાળું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લેવો.પછી તેના લુઆ કરી પૂરીઓ વણી લેવી.
આ પૂરીઓ પાંચ મિનિટ સુધી સુકાવા દઈ તેલમાં તળી લેવી. આ સુવાળી ખુબ પોચી બને છે અને ખાવામાં ખુબ સારી લાગે છે
Reporter: admin