અડદની દાળ બનાવવા માટે એક કપ અડદની દાળ, એક ચમચી આદુ - મરચાની પેસ્ટ, એક ચમચી લીબુંનો રસ, બે ચમચી ખાંડ, એક ચમચી જીરું, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, ચપટી હિંગ, અડધી વાડકી સમારેલી કોથમીર, જરૂરી છે.
એક વાસણમાં પાણી લઇ ગેસ પર ગરમ કરવા મૂકવું, તેમાં દાળ ઉમેરવી અને ઉભરા આવે એટલે કાઢી લેવી. દાળ ચઢી જાય એટલે તેમાં મીઠુ, આદુ- મરચાની પેસ્ટ, લીબુંનો રસ, ખાંડ ઉમેરવા. હવે તેમાં તેલ અને જીરુંનો વઘાર કરી હિંગ ઉમેરવી. ઉપરથી કોથમીર ઉમેરવી. આ દાળમાં લસણ ઉમેરી શકાય છે.
Reporter: admin