સામગ્રીમાં સાબુદાણા, કલર, તેલ જરૂર પ્રમાણે, અને મીઠુ સ્વાદ અનુસાર જરૂરી છે.
રાત્રે સાબુદાણા ધોઈ પાણી ન રહે તેમ પલાળવા. સવારે સાબુદાણામાં મીઠુ અને કોઈ એક કલર અલગ અલગ વાસણમાં ઉમેરી મિક્સ કરવું. ઢાંકણામાં તેલ લગાવી સાબુદાણા બરાબર પાથરવા. જો ઓછા સાબુદાણા નાખશો તો ઢાંકણા ઉખડશે નહીં અને જો વધારે સાબુદાણા નાખશો તો ફુલશે નહીં, માટે ઢાંકણા બરોબર પાથરવા. તપેલા માં ચાડનો મૂકી, તેના પર ઢાંકણા ચડતા ઉતરતા ગોઠવવા અને ઈડલીના વાસણમાં મુકવા. પાંચ થી સાત મિનિટ પછી પ્લાસ્ટિક પર પાથરવા. સુકાઈ જાય એટલે એક જારમાં ભરી લેવા.
Reporter: admin