રતલામી સેવ બનાવવા માટે 250ગ્રામ ચણાનો જીણો લોટ, 10 લવિંગ, અડધી ચમચી અજમો વાટેલો, 5 તજ, 10 મરી, એક ચમચી મરચું, એક ચમચી સફેદ મરચું, ચપટી હિંગ, ચપટી સોડા, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, સન્ચર જરૂર પ્રમાણે જરૂરી છે.
તજ, લવિંગ, મરી, અજમો ખાંડીને ચાળી લેવો. લોટમાં બધા મસાલા અને મોણ ઉમેરી લોટ બાંધવો. જ્યારે સેવ પાડવાની હોય ત્યારે ઝારાને ઘસીને લુઓ ફીણવો આંઉં ગરમ તેલમાં સેવ પાડવી. સેવ પોચી ન થાય તો સોડા વધુ ઉમેરવો. મોણ ઉમેરવું. સેવ પડ્યા પછી તેમાં સંચર ભાભરાવવું અમે ટેસ્ટ પ્રમાણે મસાલા ઉમેરવા મ થોડા સમયમાં જ રતલામી સેવ તૈયાર થઇ જશે.
Reporter: admin







