બટાકા સ્ટફ પરોઠા બનાવવા માટેની સામગ્રી 500 ગ્રામ બટાકા, 2 ચમચી વાટેલા આદુ - મરચા પેસ્ટ, 4 ચમચી સમારેલી કોથમીર, ચપટી લીબુંના ફૂલ, 2 ચમચી ખાંડ, 1 ગરમ ચમચી ગરમ મસાલો, કણકીનો લોટ, 200 ગ્રામ ઘઉંનો લોટ, 250 ગ્રામ ડુંગળી, તેલ અને મીઠુ પ્રમાણસર જરૂરી છે.
બટાકા બાફી છોલીને છીણી લેવા. તેમાં બધો મસાલો ઉમેરી લેવો. ડુંગળી જીણી સમારી, પાબી નિતારી લેવું. બટાકાના માવામાં મેળવી લેવું. ઘઉંના લોટમાં મીઠુ અને મોણ ઉમેરી રોટલી કરતા સહેજ વધુ કઠણ લોટ બાંધવો. હવે પુરી કરતા વધારે મોટી વણી, તેમાં મસાલો ભરી, વાળીને ફરી વણી લેવી. પરોઠા અટામણથી વણી લેવા અને તવા પર તેલ મૂકીને પરોઠા બનાવી લેવા.
Reporter: admin