News Portal...

Breaking News :

અવનવી વાનગી : પાલક પુરી બનાવવાની રીત

2024-11-23 12:50:10
અવનવી વાનગી : પાલક પુરી બનાવવાની રીત


પાલક પૂરી બનાવવા માટે 200 ગ્રામ પાલક, બે કપ ઘઉનો લોટ,એક ચમચી જીરું, અડધી ચમચી હળદર, એક ચમચી લાલ સૂકું મરચું, એક ચમચી લસણ - આદુની પેસ્ટ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.


પાલકને બાફી તેને મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટમાં બે ચમચી પાણી ઉમેરી ગાળી લેવું. હવે આ પાણીમાં ઘઉનો લોટ થોડો થોડો ઉમેરી એમા જીરું, મીઠુ, હળદર, મરચું, અને મોણ ઉમેરી લોટ બાંધવો. લોટ બહુ ઢીલો ન થવો જોઈએ. 


હવે આ લોટને તેલવાડો હાથ લગાવી પંદર મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપવો. ત્યારબાદ લોટના નાના નાના લુઆ કરી પુરી વણી લેવી અને તેલ ગરમ કરી પૂરીઓ તળી લેવી. આ પુરી ખાવામાં ખુબ ટેસ્ટી અને હેલ્થી હોય છે.

Reporter: admin

Related Post