મુઠીયા બનાવવા માટેની સામગ્રીમાં 250 ગ્રામ કણકી કોરમાનાં લોટમાં બે ચમચી દહી, એક ચમચી સફેદ તલ,મીઠુ સ્વાદ અનુસાર, ખાંડ, આદુ-લસણ-લીલા મરચાનું પેસ્ટ બે ચમચી અને 250 ગ્રામ કોઈ પણ દૂધી છીણેલી કે મેથી સમારીને ઉમેરવી, અને તેમાં થોડું થોડુ પાણી ઉમેરી લોટ બાંધી લેવો.
લોટ નરમ હોવો જોઈએ. આ લોટના મુઠિયા વાળી તેને વરાળમાંઅડધો કલાક માટે બાફી લેવા. અને બફાયા પછી ઠંડા કરીને કાપી લેવા.આ મુઠીયા ને રાઈ અને લસણનો વઘાર કરી ઉપર કોથમીર ભભરાવી ખાઈ શકાય છે.
Reporter: admin