મગનું સુપ બનાવવા માટેની સામગ્રીમાં 100 ગ્રામ પલાળી રાખેલા મગ, આદુનો ટુકડો, મીઠુ સ્વાદ અનુસાર, એક નાનું સમારેલું ટામેટું, એક લીલું મરચું સમારેલું, લસણની ચોપ કરેલ કડી, એક ચમચી લીબુંનો રસ, ચપટી જીરું અને મરી પાવડર, જરૂર પ્રમાણે પાણી જરૂરી છે.
પલાળેલા મગને બાફી અદ્યકચરા ક્રશ કરી લેવા. હવે તમે બધી સામગ્રી ઉમેરી મિક્સ કરી લેવી. જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરવું. લીબુંનો રસ અને મરી પાવડર પછીથી ઉમેરવો. મગનો થોડા ઉકળવા દેવા.હવે તેમાં લીબુંનો રસ અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી બે મિનિટ સુધી ગેસ પર રાખી પછી ઉતારી લેવું. માત્ર થોડા સમયમાં સુપ તૈયાર થઇ જશે. આ સુપ ખાવામાં હેલ્થી છે અને તેનાથી બોડીમાં રહેલી ફેટ ઓછી થાય છે.
Reporter: admin