ફાફડા બનાવવા માટે 3 વાડકી ચણા ની દાળ, એક વાડકી અડદની દાળ, મિઠુ સ્વાદ અનુસાર, ચપટી હિંગ, બે ચમચી અજમો, મોણ માટે ઘી જરૂર પ્રમાણે, તળવા માટે તેલ અને ચપટી ખાવાનો સોડા જરૂરી છે.
ચણા અને અડદની દાળને દડી લેવી.ફાફડાનો લોટ કરતી વખતે લોટ ચાડી લેવો અને તેમાં મીઠુ, મોણ, અજમો, હિંગ અને ખાવાનો સોડા ઉમેરી કઠણ લોટ બાંધી લેવો. આ લોટ 20 મિનિટ સુધી ઢાંકીને રાખવો. જેથી એકદમ સોફ્ટ રહેશે. ત્યાર પછી તેને નાની સાઈઝમાં વણી લેવા અને તેલમાં તળી લેવા. તળ્યા પછી તેમાં મસાલો ભભરાવી ખાવા ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin