ચોળાની વડીઓ બનાવવા માટેની સામગ્રીમાં 1 કપ ચોળાની દાળ, 1 ચમચી વાટેલા આદુ - મરચા, ચપટી હિંગ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
રાત્રે ચોળાની દાળ પલાળી, સવારે ધોઈ મિક્ષરમાં વાટવી અને તેમાં મીઠુ ઉમેરવું. હવે એક વાસણમાં ચોળાની દાળનું ખીરું થોડુ થોડુ લઇ તેમાં આદુ, મરચા અને હિંગ ઉમેરી ફિણી લેવું. જેમ ખીરું ફીણાસે તેમ તે હલકું પડશે. હવે પ્લાસ્ટિક પર નાની નાની વડીઓ મૂકી તેને તડકે મુકવી. એક સાથે બધા ખીરામાં આદુ, મરચા કે હિંગ ન ઉમેરતા જરૂર પ્રમાણે થોડા થોડા ખીરામાં ઉમેરવા. હવે વડીઓ સુકાઈ જાય એટલે વડી બરણીમાં ભરી લેવી.
Reporter: admin







