બફવડા બનાવવા માટેની સામગ્રીમાં 25 ગ્રામ તલ, 1 ચમચી સીંગદાણા, 25 ગ્રામ કોપરાનું ચીણ,15 ગ્રામ કાળી દ્રાક્ષ, 1 ચમચી આદુ - મરચાની પેસ્ટ, 1 ચમચી સમારેલી કોથમીર, 1 ચમચી દરેલી ખાંડ, મીઠુ અને તેલ જરુર પ્રમાણે, 1 ચમચી લીબુંનો રસ, 50 ગ્રામ ટોસ્ટનો ભૂકો, 250 ગ્રામ બટાકા, 2 ચમચી અરારાનો લોટ જરૂરી છે.
તલ અને સીંગદાણા ખાંડી વાટી લેવા. તેમાં કોપરાનું છીણ, કાળી દ્રાક્ષ અને બધો મસાલો ઉમેરવો. બટાકા બાફી છાલ ઉતારી છીણી લેવા. તેમાં ટોસ્ટનો ભૂકો, અરારાનો લોટ, એક ચમચી તેલ અને મીઠુ ઉમેરી માવો તૈયાર કરવો. મસાલાના નાના બોલ બનાવી તેને બટાકાના માવામાં પેટીસની જેમ ભરી, બટાકા વડા જેવા ગોળા બનાવવા. ગેસ પર એક વાસણમાં તેલ ગરમ કરી તળી લેવા. આ બફવડા ગરમ સોસ સાથે કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકાય છે.
Reporter: admin