News Portal...

Breaking News :

વડોદરા ભાયલીમાં અરબી ઝંડા લાગ્યા શાંતિ ડહોળવાનો પ્રયાસ

2024-09-09 16:57:10
વડોદરા ભાયલીમાં અરબી ઝંડા લાગ્યા શાંતિ ડહોળવાનો પ્રયાસ


વડોદરા:  શહેરમાં ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી આવાસ યોજના અર્બન-7 રેસિડેન્સીના ટેરેસ પર ગઈકાલે (8 સપ્ટેમ્બર, 2024) અરબી ઝંડા લાગ્યા છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે.


આ ઘટનાને લઇને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સૌથી પહેલાં F ટાવરમાં જ્યાં ગણપતિની સ્થાપના કરી છે ત્યાં ઝંડો લાગ્યો હતો. જો કે બાદમાં આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર નીતિન દોંગાને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળે દોડી જઈ ઝંડો ઉતરાવી લીધો હતો. ત્યાર બાદ તમામ ટાવરમાં ઝંડા લગાવવામાં આવ્યા હતા. જેથી કોર્પોરેટરે દોંગાએ ફરી જઈને આ ઝંડાઓ ઉતરાવી લીધા હતા. આ મામલે સ્થાનિક કિશનભાઈ માળીએ જણાવ્યું હતું કે, ગણપતિના તહેવારમાં હિન્દુઓને ઉશ્કેરવા માટે ઝંડા લગાવ્યા છે. એમના ઝંડા અમે ઉતારી દીધા છે પણ એ લોકો કહે છે કે, અમારા તહેવાર આવે છે, અમારા પણ ઝંડા રહેવા જોઇએ. અમે કહીએ છીએ કે, હળીમળીને તમે રહો. તમે આ પ્રકારની પ્રવૃત્તિ ન કરો. 


આપણા દેશના ઝંડાઓ લગાવતા નથી અને પાકિસ્તાનના ઝંડા લગાવો છો. ભારતમાં રહીને પાકિસ્તાનના ઝંડા લગાવે એવું તો ના જ થવું જોઇએ.વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-10ના કોર્પોરેટર નીતિન દોંગાએ જણાવ્યું હતું કે, હાલ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલા અર્બન સેવનમાંથી મને ફોન આવ્યો હતો કે, કોઇ ઝંડો લગાવવામાં આવ્યો છે. ત્યાં જઇને જોયું તો અરબનો ઝંડો હતો. જેથી તાત્કાલિક અમે ઝંડો ઉતારી લીધો હતો. ત્યારબાદ એ લોકોએ તમામ ટાવરો ઉપર ઝંડા લગાવી દીધા હતા. જેથી ફરી મને ફોન આવ્યો હતો, જેથી ફરી આવીને અમે બધા ઝંડા ઉતારી લીધા હતા.

Reporter: admin

Related Post