News Portal...

Breaking News :

વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો

2025-04-07 13:34:11
વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો


વડોદરા : માંડવી વિસ્તારમાં રાજપુરાની પોળમાં રહેતા ઈરફાન ઉસ્માન ગની શેખે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે જમી પરવારીને હું પોળના નાકે મારા ભત્રીજા આમિર સાથે બેઠો હતો અને અમે બંને મોબાઇલમાં ગેમ રમતા હતા. રાત્રે 11:30 વાગે અમારા મોહલ્લામાં રહેતો સરફરાજ હુસેન શેખ મારી પાસે આવીને કહેવા લાગ્યો હતો કે અહીંયા કેમ બેઠા છો? શું કરો છો?  


સરફરાજએ ગાળો બોલી કહ્યું કે તારે અહીંયા બેસવું નહીં તેનું કારણ પૂછતાં તે એકદમ ઉસ્કેરાઈ ગયો હતો અને લોખંડની પાઈપ વડે મારા મોઢાના ભાગે માર માર્યો હતો. બૂમાબૂમ થતા આમીર તથા મારી પત્ની મને છોડાવવા માટે દોડી આવ્યા હતા. સરફરાજે ત્યાંથી ભાગતા મને ધમકી આપેલી હતી કે હું તને જીવતો છોડીશ નહીં તને તો પતાવી દઈશ..!

Reporter: admin

Related Post