તાજેતરમાં વડોદરા શહેર માધ્યમિક શિક્ષકની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ પદાઅધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં સર્વાનોમતે કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયના અજયભાઈ બી શૈવની માધ્યમિક શિક્ષકના પ્રમુખ તરીકે સર્વાનુંમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમા માધ્યમિક શિક્ષકના પ્રમુખ તરીકે અજયભાઈ બી. શૈવ નિમણૂક કરવામાં આવી હતી.સાથે મહામંત્રી તરીકે વિરાટ પટેલ, અધ્યક્ષ તરીકે કૌશિક બારોટ, કોષાધ્યક્ષ વિજય બિરારી તથા કારોબારી સભ્યો, મિડિયા સહયોજક વગેરે પદોની નિમણૂક કરવામાં આવી હતી.
અજયભાઈ શૈવ ઘણા વર્ષથી શિક્ષક સંઘમાં સક્રિય હતા. અને અવારનવાર શિક્ષકોના પ્રશ્નો લઈને યોગ્ય રજૂઆત કરી ઘણા પ્રશ્નો નિરાકરણ કરવામાં અગ્રેસર રહ્યા હતા. તેમની પ્રમુખ તરીખે વરણી થતા સૌ શિક્ષક મિત્રોએ આનંદ લાગણી વ્યક્ત કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી
Reporter: admin