ખંભાત: સોખડા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફૅક્ટરીમાં એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોર્ડ (એટીએસ)ની ટીમે ગુરુવાર 23 જાન્યુઆરી સવારે દરોડા પાડ્યા હતા.
સ્ક્વૉર્ડના 60થી વધુ અધિકારીએ સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂપિયા 100 કરોડથી વધુનો નશાયુક્ત પાઉડર કબજે કર્યો હતો. એટીએસની ટીમ ફૅક્ટરીના સંચાલક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી તમામને અમદાવાદ લઇ ગઇ છે, જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર મામલે ATS તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.ગ્રીનલાઇફ કંપનીમાંથી 100 કરોડનો પાઉડર જપ્ત ગુજરાતનાં નાનાં શહેરો અને જિલ્લાઓનાં ગામમાં આવેલી ફેક્ટરીઓને ભાડે રાખીને ડ્રગ્સ બનાવવામાં આવતું હોય છે ત્યારે, વધુ એક ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે.
આણંદના ખંભાત નજીકથી અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.ઊંઘની દવા બનાવવા માટે આ ડ્રગનો ઉપયોગ થતો હોય છે એટીએસએ જ્યારે તપાસ કરી ત્યારે ઊંઘની દવા અલ્પ્રાઝોલમ બનાવવા માટે જે ડ્રગનો ઉપયોગ થતો હોય છે તે મળી આવ્યું હતું. અંદાજિત 100 કિલોથી વધુ ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.100 કરોડથી વધુ થાય છે. આ ડ્રગની બજાર કિંમત એક કિલોનો એક કરોડ રૂપિયા જેટલો ભાવ થાય છે. જેથી 100 કરોડથી વધુનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ફેક્ટરીમાં આ જથ્થો બનાવવામાં આવતો હતો.
Reporter: admin