14 બિમનો ઉપયોગ ના કરી વડોદરાવાસીઓનો જીવ જોખમમા મુકવા બદલ કમિશનર ખુલાસો કરે
અમે 24 કલાકમાં જ શોધી કાઢ્યું કે આખા બ્રીજમાં 14 બીમ નથી લાગ્યા...
કાર્યપાલક ઇજનેર રવી પંડ્યા તથા સુપરવિઝન /મોનીટરિંગ કરનાર તથા કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવી જોઈએ. રાજીનામું સ્વીકારવું પણ નહીં જોઈએ જવાબદાર જણાય તો તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા જોઈએ...

વડોદરા શહેરમાં સૌથી લાંબો બ્રીજ જે 220 કરોડના ખર્ચે બનેલો. અટલ બ્રિજમાં જરુરી બિમનો ઉપયોગ ના કરીને તેની રોકડી કરી લેવાનો કારસો રચાયો હોવાનો ખુલાસો ગુજરાતની અસ્મિતાએ કર્યો હતો અને તેના પગલે અટલ બ્રિજ અત્યારે ટેક્નીકલ ડિફેક્ટીવ થઇ ગયો છે. આ બ્રિજમાં બિમનો ઉપયોગ કેમ ના કરાયો તેનો ખુલાસો કોર્પોરેશન કમિશનરે કરવો જોઇએ કારણ કે તે સીધી રીતે શહેરીજનો સાથે સંકળાયેલો મુદ્દો છે અને બ્રિજ ફોલ્ટી બની ગયેલો હોવાથી ગમે ત્યારે મોટી દૂર્ઘટના સર્જાઇ શકે છે. જીઇબી કોલોની વિદ્યુતનગર કોલોનીની સામે આ બિમ લગાવવાના હતા અને મૂળ ડિઝાઇનની અંદર આ બિમ લગાવવાના સામેલ હતા પણ કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન અને કાર્યપાલક ઇજનેર (બ્રિજ) રવિ પંડ્યાએ આ બિમ જ લગાવ્યા ન હતા અને આ બિમ છેલ્લા 4 વર્ષથી અટલાદરામાં સડી રહ્યા છે. જો આ બિમ નો ઉપયોગ ના કરવાનો હતો તો પછી કાર્યપાલક ઇજનેર રવિ પંડ્યાએ તેને વડોદરાવાસીઓ સામે જાહેર કરવું હતું અને રાજ્ય સરકારની મંજૂરી લેવાની હતી. અને એક્સપર્ટ ઓપિનીયન લેવાનો હતો અને ત્યારબાદ બિમનો ઉપયોગ કરવો કે ના કરવો તેનો નિર્ણય કરવો હતો પણ રવિ પંડ્યાએ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા સીધો પોતાની રીતે જ મનસ્વીપણે નિર્ણય કરીને આ બિમનો ઉપયોગ કર્યો ન હતો. લોકોના પૈસાથી આ અટલ બ્રિજ બનેલો છે અને તેના અસલ માલિક વડોદરાવાસીઓ છે અને રાજ્ય સરકાર છે ત્યારે રાજ્ય સરકારને જાણ કર્યા વગર રવિ પંડ્યા આ રીતે એકલા નિર્ણય કઇ રીતે લઇ શકે તે મોટો સવાલ છે. કારણ કે હવે બ્રિજ તેના કારણે ફોલ્ટી થઇ ગયો છે. જો કોઇ દૂર્ઘટના બનશે તો રવિ પંડયા અને રણજીત બિલ્ડકોન તેની જવાબદારી લેશે ખરા તે સવાલ છે અને પાલિકા કમિશનરે આ મામલે વિજીલન્સ તપાસ સોંપીને જે તથ્યો બહાર આવે તેનો ખુલાસો કરવો જોઇએ. જો બ્રિજની તપાસ કરાવાય તો ચોંકાવનારી માહિતી મળી શકે છે . જો ફરીથી ઇન્સ્પેક્શન કરાય તો લાલીયાવાડી બહાર આવી શકે કે પાલિકાના સ્ટ્રકચરલ એન્જિનીયર અને ડિઝાઇનરે શું ગરબડ ગોટાળા કર્યા છે. તેમને શુ ધ્યાન આપ્યું.અટલ બ્રિજના નિર્માણમાં વડોદરાવાસીઓ સાથે ક્રુર મજાક કરાઇ છે. મનમાની કરીને ડિઝાઇનથી ઉપવરટ જઇને બિમને બારોબાર કાઢી નાખ્યા છે અને આના માટે કાર્યપાલક ઇજનેર, સુપરવિઝન કરનાર અધિકારી,ડે.કમિશનર, સીટી એન્જિનીયર તથા કમિશનર તથા જે તે સમયના મેયર,ચેરમેમ અને પદાધીકારીઓ જ જવાબદાર છે.
કોન્ટ્રાક્ટર જે જગ્યાએ બિમ મુકેલા છે તેનું ભાડુ ક્યારે ચૂકવશે...
અટલ બ્રિજમાં થયેલા આ ભ્રષ્ટાચારની માહિતી ગુજરાતની અસ્મિતાએ 24 કલાકમાં શોધી કાઢી હતી. અટલ બ્રિજમાં આ બિમનો ઉપયોગ કેમ ના કરાયો તેની સ્પષ્ટતા રવિ પંડ્યાએ અને કોર્પોરેશન કમિશનરે તાકીદે કરવી જોઇએ કારણ કે પ્રજાના પૈસે બનેલા આ બિમ હવે તો પડી જ રહેવાના છે. છેલ્લા 4 વર્ષથી આ બિમ સડી રહ્યા છે અને આખા બ્રિજમાં 14 બિમ લાગ્યા નથી. ગુજરાતની અસ્મિતાએ જે ઇન્વેસ્ટીગેટીવ જર્નાલીઝમ કર્યું તેમાં આ સનસનીખેજ પર્દાફાશ થયો છે અને અટલ બ્રિજની મૂળ ડિઝાઇનમાં રહેલા 14 બિમને કોન્ટ્રાક્ટરે રવિ પંડ્યા સાથે મીલીભગત કરીને લગાવ્યા જ ના હોવાની સનસનીખેજ માહિતી જાહેર કરી છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ બિમના માલિક કોણ છે. જો બિમના માલીક કોન્ટ્રાક્ટર છે તો તેણે જે જગ્યા પર 4 વર્ષથી બિમ મુકેલા છે તે જગ્યા તો પાલિકાની છે અને તેણે આ બિમ ત્યાં મુકેલા છે તો ભાડાનું શું. પાલિકાને તે ભાડુ આપશે ખરો તે સૌથી મોટો સવાલ છે.

શહેરમાં નવા બનેલા બ્રિજની પણ તપાસ થવી જોઇએ...
અટલ બ્રિજની ડિઝાઇન હવે ફોલ્ટી છે તે જાહેર થઇ ગયું છે કારણ કે મૂળ ડિઝાઇન મુજબ 14 બિમનો ઉપયોગ જ કરાયો નથી. ગુજરાતની અસ્મિતાના ધ્યાનમાં આ આવી ગયું પણ બ્રિજમાં આ જ પ્રમાણે ક્યાં ક્યા ગેરરિતી થઇ છે અને અન્ય બ્રિજમાં પણ આવી ગેરરિતી થઇ છે કે કેમ તેની હવે કોર્પોરેશને વિજીલન્સ તપાસ કરવી જોઇએ . શહેરમાં નવા બનેલા બ્રિજની પણ તપાસ થવી જોઇએ. અટલ બ્રિજ પૂર્ણ થયા બાદ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ આવ્યો હતો અને તેમાં જાહેર થયું કે અટલ બ્રિજમાં 14 બિમ લગાવાયા જ નથી?
અટલ બ્રિજ હવે ભગવાન ભરોસે...
હવે અટલ બ્રિજ ભગવાન ભરોસે છે. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન અને અધિકારી રવિ પંડ્યાના કારણે 14 બિમ વગર અટલ બ્રિજ હવે ભગવાન ભરોસે રહ્યો છે.. બ્રિજનો એક પાર્ટ હવામાં લટકી રહ્યો છે. નવાઇની વાત એ છે કે આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારીએ હેવમોર સર્કલથી મનીષા ચોકડી તરફ જતો ઉતરવાનો રસ્તો બનાવ્યો, બ્રિજ પર ચઢાવાનો રસ્તો બનાવ્યો નથી પણ ઉતરવાનો રસ્તો જ બનાવાયો છે અને આવી કામગીરી માત્ર સ્માર્ટ સિટી વડોદરામાં જ થઇ શકે. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓની મનમાનીથી ચાલતુ શહેર છે. અહીં મુંબઇના ચીફ ફાયર ઓફિસરની આરઆરના નિયમ વિરુદ્ધ ભરતી થાય છે તો પીએ ટુ કમિશનરની જગ્યા પર પાંચ વર્ષનો અનુભવ ના ધરાવતા ઉમેદવારની પસંદગી કરાઇ છે. સીધી ભરતીમાં પણ પાલિકાના કર્મચારોને 50% અનામત આપવી. આ બધું શક્ય વડોદરા મહાનગર પાલિકામાં છે .
અટલ બ્રિજના નિર્માણમાં વડોદરાવાસીઓ સાથે ક્રુર મજાક..
અટલ બ્રિજ શરુઆતથી જ વિવાદમાં રહ્યો છે. આ બ્રિજનું સમયમર્યાદામાં કામ થાય તે કોન્ટ્રાક્ટર અને અધિકારી જ ભુલી ગયા હતા અને જરુર કરતા વધારે સમયમર્યાદામાં બ્રિજ બન્યો છે. ત્યારબાદ તેના લોકાર્પણમાં પણ સમય લાગ્યો હતો અને મુખ્યમંત્રીના હસ્તે આખરે લોકાર્પણ કરાયું હતું. જો બ્રિજની તપાસ કરાવાય તો ચોંકાવનારી માહિતી મળી શકે છે . જો ફરીથી ઇન્સ્પેક્શન કરાય તો લાલીયાવાડી બહાર આવી શકે કે પાલિકાના સ્ટ્રકચરલ એન્જિનીયર અને ડિઝાઇનરે શું ગરબડ ગોટાળા કર્યા છે અને તેમને શુ ધ્યાન આપ્યું હતું . અટલ બ્રિજના નિર્માણમાં વડોદરાવાસીઓ સાથે ક્રુર મજાક કરાઇ છે. મનમાની કરીને ડિઝાઇનથી ઉપવરટ જઇને બિમને બારોબાર કાઢી નાખ્યા છે અને આના માટે તે સમયના કાર્યપાલક ઇજનેર, સુપરવિઝન, ડે.કમિશનર, સીટી એન્જિનીયર તથા કમિશનર તથા જે તે સમયના મેયર અને પદાધીકારીઓ જ જવાબદાર છે.
અટલ બ્રિજને સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાંથી કાઢી દેવાયો હતો...
સમય મર્યાદા કરતા વધુ સમય બ્રીજ બનાવામાં લાગ્યો,
ડિઝાઇન ફોલ્ટી સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાંથી આ બ્રિજને કાઢી નખાયો હતો તો સંજય નગર અને સહકારનગર તથા અટલ બ્રિજને ડ્રોપઆઉટ કરી દેવાયા હતા. બ્રિજ માટે 100 કરોડ રાજ્ય સરકાર પાસે મંગાયા હતા અને અમારી જાણ મુજબ અટલ બ્રિજની 25 ટકા રકમ આપવાની હજુ બાકી છે.

Reporter: admin







