બિલ્ડીંગમાં પાર્કીંગ પણ નથી અને માત્ર રજા ચિઠ્ઠી પર જ કોમર્શિયલ પ્રવૃત્તી શરુ કરી દેવાઇ, મોબાઇલ ટાવર પણ લગાવ્યા...
શહેરમાં 70 વર્ષથી વડોદરાવાસીઓને પૂના મિસળનો ચસ્કો લગાડનાર કેનેરા કાફેને કોણ નથી ઓળખતું ? કેનેરા કાફેનાં માલિકે પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને તેમનાં સાગરીતોની ભૂમિકા પર સવાલો ઉઠાવતા ખળભળાટ મચી ગયો છે.અગાઉ કેનેરા કાફે દાંડીયા બજાર ચાર રસ્તા પાસે ચાલતું હતું પણ 2016-17માં તોડી પાડ્યા બાદ કાયદાકીય લડાઇ ચાલી હતી. ત્યારબાદ બદામડી બાગ લકડી પુલ પાસે ફરીથી કેનેરા કાફે તેના માલિકે બાંધકામ પરવાનગીની તમામ પ્રકારની મંજૂરીઓ લઈને શરુ કર્યું હતું. પણ હવે આ નવા બિલ્ડીંગમાં કેનેરા કાફેના માલિકે બિનપરવાનગી અને રજા ચિઠ્ઠી લઇને બાંધકામ કર્યું છે તેવી પૂર્વ મેયર નિલેશ રાઠોડની રજૂઆતના પગલે કોર્પોરેશને નોટિસ આપી હતી. કેનેરા કાફેના માલિકે આરોપ લગાવ્યો છે કે તેમને બ્લેકમેઇલ કરીને તોડપાણી કરવાનો કારસો રચાયો છે. અને તેમાં અન્ય રાજકારણીઓ પણ સામેલ છે. કેનેરા કાફેના માલિકના પુત્ર ગણેશ કહ્યું છે કે તાજેતરમાં ગૃહ રાજ્ય મંત્રીએ આરટીઆઇનો દુરપયોગ કરીને સામાજીક કાર્યકરો, આરટીઆઇ એક્ટિવીસ્ટો, તોડપાણી કરનારાઓની સામે કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં પણ આ પ્રકારે હેરાન કરીને તોડપાણી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી શહેર પોલીસે કરવી જોઇએ.

કેનેરા કાફેના માલિક રાજેશભાઇ કુડવાના પુત્ર ગણેશ કુડવાએ જણાવ્યું હતું કે તેમની કેનેરા કાફે દાંડીયા બજાર ચાર રસ્તા પર હતું અને કોર્પોરેશને 2016માં તેને તોડી પાડ્યું હતું. કાયદાકીય લડત લડવાની સાથે તેઓએ લકડીપુલ બદામડી બાગ પાસે નવું બિલ્ડીંગ ઉભુ કરીને કેનેરા કાફે ત્યાં શિફ્ટ કર્યુ હતું. 1996માં આ સંયુક્ત મિલકતને તેમના પિતાએ ખરીદીને,કોમર્શિયલ બાંધકામની રજાચિઠ્ઠી મેળવીને પોતાનું બાંધકામ કરીને ઓક્યુપેશન સર્ટિફીકેટ પણ મેળવ્યું હતું. તેમણે કહ્યું કે અમારી જૂની દાંડીયાબજાર ખાતેની મિલકતમાંથી અમને હટાવ્યા હતા.જે લગત અમોએ પોલીસ ફરિયાદ પણ કરી હતી.પાસેની જમીન માલિકની મનોરથ બિલ્ડીંગમાં નીચે અને પહેલા માળે કાફે અને રેસ્ટોરન્ટ આપવાની વાત હતી.રજિસ્ટર્ડ બાનાખત પણ થય્ છે.મનોરથ બિલ્ડીંગની પાછળના બિલ્ડીંગમાં પણ એક રેસ્ટોરન્ટ ચાલતી હતી. આ બિલ્ડીંગમાં પાર્કીંગ પણ નથી અને માત્ર રજા ચિઠ્ઠી પર જ કોમર્શિયલ પ્રવૃત્તી શરુ કરી દેવાઇ હતી.ઉપર મોબાઇલ ટાવર પણ લગાવ્યો છે.ત્યારબાદ તત્કાલિન કમિશનર વિનોદ રાવે રોડ માર્જીનનો હિસ્સો તોડીને આખી બિલ્ડીંગને સીલ કરી હતી. ત્યારબાદ ટીડીઓ જીતેશ ત્રિવેદીએ પણ બિલ્ડીંગને સીલ કર્યું હતું અને 20 લાખનાં ગોઠવણ સાથે આશરે ત્રણ વર્ષ પછી સીલ ખોલ્યું હતું. ઇમ્પેક્ટ ફી ભરી શકાય તેવી શક્યતા જ ન હતી. ગણેશ કુડવાએ આરોપ લગાવ્યો કે આ બિલ્ડીંગમા પાર્કીંગ જ નથી અને પાલિકાની રસ્તારેખામાં આવતી જગ્યા અને બાકીની પાર્કિંગની જગ્યા ઉપર આખુ બિલ્ડીંગ ઉભુ કર્યું છે. અમે આ બાબતની રજૂઆત કરતા કોર્પોરેશને બિલ્ડીંગ સીલ કરાવ્યુ હતું. સામેવાળાઓએ રાજકારણીઓને તથા ડે.ટીડીઓ સંપર્ક કર્યો હતો. પૂર્વ મેયર નિલેશ રાઠોડે અમારી વિરુદ્ધ વાંધાઅરજ આપી હતી. મેં આ બાબતે અમારી પાસે રહેલા તમામ જરુરી સર્ટીફિકેટો પણ કોર્પોરેશનમાં જઇને સબમીટ કર્યા હતા. નોટિસમાં એમ લખાયું છે કે તમે સદર મિલકતમાં બાંધકામ કરી રહ્યા છો પણ ખરેખર તો 2018 પછી મારી નવી બિલ્ડીંગમાં કોઇ બાંધકામ કરાયું જ નથી. તેમણે કહ્યું કે નિલેશ રાઠોડનો વોર્ડ અલગ એટલે કે વોર્ડ નંબર 17ના કોર્પોરેટર વોર્ડ નંબર 13માં રજૂઆત કઇ રીતે કરી શકે? ડે.કમિશનરે યોજેલી સુનાવણીમાં બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર દિલીપભાઈએ પહેલાથી જ મારી પાસેથી સહી કરી લેવાઇ હતી.હકીકત મૂળ ફરિયાદી મારા પિતા રાજેશભાઈ છે. ત્યારબાદ મને બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર અને ડે.ટીડીઓની રાજરમતની જાણ થતાં મે ડે.કમિશનરની કેબિનમાં જઇને તમામ દસ્તાવેજો રજૂ કરી મારી રજૂઆત કરી હતી અને ત્યારબાદ સુનાવણી કેન્સલ કરાઇ હતી. રાજકારણીઓએ તોડપાણી અને ટોર્ચર કરીને અરજી પરત ખેંચાવાનો પ્રયાસ કર્યો છે.

ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી પાલિકાના પદાધીકારીઓનાં
મેળાપીપણામાં નોટીસો મોકલીને વેપારીઓને હેરાન કરાઇ રહ્યા છે...
ડે.કમિશનર સમક્ષ જે અરજી કરાઇ છે તેમાં જણાવાયું છે કે તેમની નવી જગ્યા પર કોઇ નવું બાંધકામ હાલ શરુ કરેલું નથી. પૂર્વ મેયર, કોર્પોરેટર નિલેશ રાઠોડ તમારા વિભાગને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ઉપરાંત તેમની મિલકત તો વોર્ડ નંબર 13માં આવેલી છે અને નિલેશ રાઠોડ વોર્ડ નંબર17ના કોર્પોરેટર છે તેમને અમારી રેસ્ટોરન્ટ સંદર્ભે ફરિયાદ કે વાંધો આપવાનો કોઇ અધિકાર નથી. આ પ્રકારની અરજીઓના આધારે તમારી કચેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો આવે છે અને બ્લેકમેઇલીંગ કરીને અમને સતામણી કરવામાં આવે છે. આ બાબતે અમે ગૃહ મંત્રી, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખને મેં લેખીત રજૂઆત પણ કરવાના છીએ. તાજેતરમાં ગુજરાતના અન્ય જીલ્લાઓમાં કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, આરટીઆઇ એક્ટિવીસ્ટ સામે પોલીસ ફરિયાદ થઇ છે અને ધરપકડ પણ થઇ છે. ગૃહ મંત્રીએ આ બાબતને ગંભીરતાથી લીધી છે. ત્રાહિત શખ્સની કાયદેસરની મંજુરીવાળી મિલકત સંદર્ભે કરેલી અરજી રજૂઆતના આધારે ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી પાલિકાના પદાધીકારીઓના મેળાપીપણામાં નોટીસો મોકલીને વેપારીઓને હેરાન કરાઇ રહ્યા છે.
અગાઉ કરેલા ફરિયાદ અમે પરત ખેંચી લઇએ તે હેતુથી કોર્પોરેટરે તેમની વિરુદ્ધ બિનકાયદેસર રજૂઆત કરી...
અરજીમાં કહેવાયું હતું કે લકડી પુલ ખાતેની અમારી રેસ્ટોરન્ટની મિલકતના તમામ દસ્તાવેજ, કોમર્શીયલ મંજૂરીની રજા ચિઠ્ઠી, પ્લીન્થ ચેક સર્ટીફિકેટ, ઓક્યુપેશન સર્ટીફિકેટ તથા આ મિલકતને બાંધકામ વાપરવાનું પ્રમાણપત્ર પણ તેમની પાસે છે. મનોરથ કોમ્પ્લેક્ષના માલીકો વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામની અમે કરેલી ફરિયાદ અમે પરત ખેંચી લઇએ તે માટે કોર્પોરેટરે તેમની વિરુદ્ધ બિનકાયદેસર રજૂઆત કરી છે અને પુરી હકીકતથી તેઓ આ કેસથી વાકેફ નથી. આ એક પ્રકારનો સત્તાનો દુરપયોગ છે.બ્લેકમેલ કરવાનો નવો કિમીયો નેતાઓએ શોધી કાઢ્યો છે.
Reporter: admin