News Portal...

Breaking News :

વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદય ના મંગલ સાનિધ્યમાં

2024-07-06 16:15:04
વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮  વ્રજરાજકુમારજી મહોદય ના મંગલ સાનિધ્યમાં


ગુસાઈજી પ્રભુચરણ એકવાર જગન્નાથજી ના દર્શન કરવા પધાર્યા હતા ત્યારે જગન્નાથજી એ તેઓને ઠાકોરજી ને રથ માં પધરાવવાની આજ્ઞા કરી હતી.


ત્યારથી ગુસાઇજી દ્વારા પુષ્ટિ માર્ગ માં રથયાત્રા નો ક્રમ શરુ કરવામાં આવ્યો છે.પુષ્ટી માર્ગીય પ્રણાલિકા માં  ગુસાઈજી પ્રભુચરણ દ્વારા શરુ કરવામાં આવેલ રથયાત્રાના દર્શન ક્રમ ની પરંપરા અનુસાર તારીખ - ૭/૭/૨૪, રવિવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે પ્રથમ દર્શન અને સવારે ૧૦.૩૦ કલાકે ચોથા દર્શન , વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે પૂ.પાદ ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી દ્વારા પ્રભુને રથ માં બિરાજમાન કરીને , પૂજ્ય દ્વારા પ્રભુને રથયાત્રા કરવામાં આવશે. વૈષ્ણવોને આ સુંદર દર્શન નો લાભ લેવા આમંત્રણ છે.

Reporter: News Plus

Related Post