વડોદરા :શ્રાવણ મહિનાની શીતળા સાતમ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ શીતળા માતા ની પૂજા અર્ચના કરી હતી.

શ્રાવણ સુદ સાતમ એટલે કે શ્રાવણી સાતમે યાને કે શીતળા સાતમની વડોદરામાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારમાં શ્રદ્ધાળુઓએ શીતળા માતાજીનું પૂજા અર્ચન કર્યું હતું.જ્યારે વડોદરામાં પણ ખાસ કરીને મહિલાઓએ શ્રદ્ધાભેર શીતળા માતાની પૂજા કરી હતી. આ દિવસે લોકોએ પરંપરાગત રીતે રાંધણ છૌ તૈયાર કરી દીધેલી વાનગીઓ આરોગી હતી. શ્રાવણ સુદ સાતમના દિનને વર્ષોની પરંપરા મુજબ શ્રાવણી સાતમ કે શીતળા સાતમ તરીકેની શ્રદ્ધાભેર ઉજવણી થતી હોય છે. ત્યારે વડોદરા શહેરમાં તેની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

માટી માંથી બનાવે શીતળા માતાજીની પ્રતિમાઓનું પૂજન કર્યું હતું. શીતળા માતાજીની કથા-વાર્તા મુજબ રાંધણ છઠના દિને આખોય દિવસ જુદી જુદી વાનગી રસોઈ બનાવ્યા બાદ ગૃહિણીઓ ચૂલા કે ગેસને ઠંડા પાડી તેનું પૂજન કરે છે અને આ રસોઈ વાનગીને શીતળા સાતમને દિને આરોગતા હોય છે. એટલે ઠંડુ ખાવાની પરંપરાને અનુસરતા હોય છે. આ દિવસે શીતળા માતાજીનું પૂજા અર્ચના કરનાર તથા શ્રદ્ધાથી આ વ્રત કરનારના ઘરમાં ચામડીનાં દદeમાંથી રાહત થતી હોય છે અથવા ખસ, ખરજવું, ચાંદા, છુંદણા તથા શીતળા માતા જેવા નાના મોટાને થતા દદો માંથી મુિકત મળતી હોય છે. તેવી શ્રદ્ધા સાથે આ પવeની ઉજવણી થતી હોય છે. માંજલપુર ખાતે શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી.વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી મહિલાઓ શીતળા માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.


Reporter: admin







