વિક્રમ સંવતના નૂતન વર્ષનો પ્રારંભ એટલે ગોવર્ધન પૂજા.
સદીઓથી ચાલતી આ સનાતની પરંપરા અનુસાર નૂતન વર્ષ ના પ્રારંભે વર્ષા રૂતુ ના અંતે ઉગેલા નવલા ધાન્ય ને ભગવાન ને ભોગ ધરાવવાની વિધિ એટલે અન્નકુટોત્સવ.પ્રતિ વર્ષની માફક બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે એક હજાર પાંચસો વ્યંજનોનો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો.
જેમા મુખ્યત્વે ૧૬૪ પ્રકારની મિષ્ટાન્ન,૧૦૧ બેકરી આઈટમ, ૨૪૬ અવનવા ફરસાણ,૧૫૦ જાતના શાકભાજી જેવી અનેકવિધ વાનગીઓ ને સુશોભિત કરીને પ્રભુ પ્રતિમાઓ સન્મુખ ગોઠવવામાં આવી હતી.સવારે સાડા દસ વાગ્યે મંદિરના પૂજ્ય સંતો તથા શહેરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજા બાદ અન્નકૂટની મુખ્ય આરતી થી આરંભાયેલ આ અન્નકૂટ દર્શનનો અંદાજે પંચોતેર હજારથી વધુ ભાવિક ભક્તો એ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Reporter: admin