News Portal...

Breaking News :

સાઇબર ફ્રોડની ટેકનિક દ્વારા શેલ કંપનીઓમાં ખૂબ જ મોટી માત્રામાં નાણાંની હેરફેર

2024-11-02 19:13:47
સાઇબર ફ્રોડની ટેકનિક દ્વારા શેલ કંપનીઓમાં ખૂબ જ મોટી માત્રામાં નાણાંની હેરફેર


નવી દિલ્હીઃ દેશમા સાઇબર ક્રાઇમની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે અને સામાન્ય લોકો તેનાં ભોગ બનતા હોય છે. પણ દેશમા આ કપટ રમત કેવા કેવા સ્વરૂપે રમવામાં આવી રહી છે તેનાં પુરાવા એક તપાસમાં ઇડીને હાથ લાગ્યા છે.


કસ્ટમ અધિકારી, નકલી બેંકથી લઇને બધું જ નકલી તૈયાર કરીને શેલ કંપનીનો ઉપયોગ કરી કમાયેલા કાળા નાણાંને વ્હાઈટ મનીમાં ફેરવવામાં આવતી હતી.IPOમાં રોકાણ કરી ઉચ્ચ વળતર આપવા માટેની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા. આ આખાયે સ્કેમનો દોરીસંચાર છેક હોંગકોંગ અને થાઇલેન્ડમાં રહીને કરવામાં આવતો હતો, જયારે તે માટે ભારતમાં પણ એક ગેંગ બનાવવામાં આવી હતી. જેણે મળીને કુલ 159.70 કરોડની કાળી કમાણી કરી હતી.ઈડીના જણાવ્યા અનુસાર જુદી જુદી સાઇબર ફ્રોડની ટેકનિક દ્વારા શેલ કંપનીઓમાં ખૂબ જ મોટી માત્રામાં નાણાંની હેરફેર કરવામાં આવી હતી. જેનાં માટે આરોપીઓએ નકલી શેર બજાર, ડિજિટલ ધરપકડ જેવા કીમિયાઓ અપનાવ્યા હતા.


સાથોસાથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરીને લોકોએ આ સ્કેમમાં ફસાવવામાં આવતાં હતાં. આરોપીઓ રોકાણની સામે ખૂબ ઉંચી રકમના રીટર્નનું લાલચ આપતા હતાં, જેનાં માટે લોકોમાં વિશ્વાસની ભાવના કેળવવા જાહેરાતનો ઉપયોગ કરવામાં આવતો હતો.લોકોને રોકાણ કરવા અને પોતાની મૂડી ટ્રાન્સફર કરવા માટે આરોપીઓ નકલી અધિકારી બનીને લોકોને ફસાવતા હતાં. કાળી કમાણીને વ્હાઈટ મનીમા બદલવા માટે વ્યવસ્થિત જાળ પાથરી હોવાનું ઈડીની તપાસમાં બહાર આવ્યું છે. શેલ કંપનીનુ ખાતું અને વ્હોટ્સએપ ચલાવવા માટે વપરાયેલા અનેક સીમ કાર્ડ પણ ઈડીને મળી આવ્યાં છે.

Reporter: admin

Related Post