વડોદરા : ગુજરાતીઓના નવા વર્ષ સંવત ૨૦૮૧ની આજથી શરૂઆત થઈ છે. નવા વર્ષની શરૂઆત દેવ દર્શન કરીને કરતા હોય છે. જેને લઈ રાજ્યના તમામ મંદિરોમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.
ભગવાન દ્વારકાધીશને શીશ ઝૂકાવવા ભક્તોનું કીડીયારું ઉભરાયું હતુ. આ ઉપરાંત દ્વારકા બેટ દ્વારકા વગેરે જગ્યાએ ભક્તોની ભીડ જોવા મળી હતી.ઘણા સમયથી દ્વારકામાં હોટલ- રેસ્ટોરન્ટમાં મંદીનો માહોલ જોવા મળતો હતો તેમાં દિવાળી અને નૂતન વર્ષનો બુસ્ટર ડોઝ મળ્યો હતો. દ્વારકાની આસપાસના શિવરાજપુર બ્લ્યુ ફ્લેગ બીચ ગોપી તળાવ વગેરે ધાર્મિક સ્થળો તેમજ પર્યટન સ્થળો પર વ્યાપક ભીડભાડ જોવા મળી
અંબાજીમાં વહેલી સવારથી જ માઇભક્તોની ભીડ અંબાજી મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ અંબાના દર્શને પહોંચ્યા હતા. નૂતન વર્ષે વહેલી સવારથી જ માઈભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. અંબાજી મંદિરે આવેલા અનેક ભક્તોએ માના દર્શન કરીને જ નવા વર્ષે વેપાર-ધંધાની શરૂઆત કરી હતી.
Reporter: admin