ગોરો રંગ, ફ્લૈશી ફિગર અને ગોલ સુંદર ચહેરાથી પોતાની અદાઓનો જલવો વિખેરતી ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી એ કેટલીય સીરિયલ્સમાં પોતાનો રંગ જમાવ્યો છે. ગ્લેમરની દુનિયાની ક્વીન ગણાતી પૂજા બેનર્જી આજે ટીવીની દુનિયાની મોટી સ્ટાર છે. ખ્યાતનામ ટીવી સીરિયલ દેવો કે દેવ મહાદેવ માં પાર્વતીનું પાત્ર ભજવતી પૂજા બેનર્જી અસલ જિંદગીમાં ખૂબ જ ગ્લેમરસ છે. પૂજા બેનર્જીએ કરિયરના 15 વર્ષમાં કેટલાય સુપરહીટ પાત્રોથી લોકોનું હચમચાવી નાખ્યા. પૂજા બેનર્જી આજે ટીવીની દુનિયાની ક્વિન છે. પૂજા બેનર્જી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. પૂજાને 2.6 મિલિયનથી વઆરે લોકો ફોલો કરે છે .પણ શું તમે જાણો છો કે પૂજા બેનર્જીને 15 વર્ષની ઉંમરમાં જ પ્રેમ થઈ ગયો હતો. નાની ઉંમરમાં જ પૂજાના દિલમાં પ્રેમની ઘંટડીઓ વાગવા લાગી હતી. પૂજાએ પોતાના પ્રેમ માટે ઘર પણ છોડી દીધું હતું.

ત્યાર બાદ ખૂબ મહેનત કરી અને પોતાના ટેલેન્ટના દમ પર બોલીવુડમાં પોતાની જગ્યા તૈયાર કરી. આજે પૂજા કોઈ ઓળખાણની મોહતાજ નથી. પૂજા બેનર્જી લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. જો કે, તેને લઈને પૂજાએ ખુદ કેટલીય વાર સ્પષ્ટતા આપી છે. પૂજા બેનર્જીએ પોતાની જિંદગીમાં 2 વાર લગ્ન કર્યા છે. પૂજાએ પોતાના કરિયરની શરુઆત કયામત નામની સીરિયથી 2007માં કરી હતી. આ સીરિયલમાં પૂજાએ લગભગ 2 વર્ષ સુધી પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીત્યા.
ત્યાર બાદ પૂજા જોતજોતામાં ટીવીની દુનિયાની સ્ટાર બની ગઈ. પૂજાએ પોતાના કરિયરમાં 27થી વધારે ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. પણ સૌથી વધારે પોપ્યુલરિટી પૂજાને દેવો કે દેવ મહાદેવ સીરિયલથી મળી.પૂજાને આજે પણ આ સીરિયલના પાત્ર માટે ઓળખવામાં આવે છે. પૂજા બેનર્જી પોતાના કરિયરથી વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.
પૂજા બેનર્જી ફક્ત 15 વર્ષની ઉંમરમાં જ ઘરેથી ભાગી ગઈ હતી. તેનું કારણ બીજુ કંઈ નહીં પણ પ્રેમ હતું. પૂજાને પ્રેમ થઈ ગયો હતો. પૂજા બેનર્જી એક યૂટ્યૂબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. ઘરેથી ભાગ્યા બાદ પૂજા મુંબઈમાં આવી ગઈ અને અહીં સ્ટ્રગલ કરવા લાગી. અહીંથી તેનું ફિલ્મી કરિયર શરુ થયું. પૂજા બેનર્જીએ પહેલા લગ્ન અરુનોય ચક્રવર્તી સાથે કર્યા હતા.

પણ પૂજા અને અરુનોય ચક્રવર્તીના આ લગ્ન વધારે દિવસ સુધી ચાલ્યા નહીં. બંનેએ થોડા વર્ષ બાદ 2013માં છુટાછેડા લઈ લીધા. છુટાછેડા બાદ પૂજાએ પોતાના કામ પર ફોકસ કર્યું અને ખૂબ નામ બનાવ્યું. આ દરમ્યાન પૂજાએ પોતાના કરિયરમાં કેટલીય શાનદાર સીરિયલ કરી અને તેના પાત્રો ઘરે ઘરે લોકોના દિલમાં જગ્યા બનાવી. પૂજા બંગાળી ભાષામાં પ્રસારિત થયેલી બિગ બોસમાં પણ કંટેસ્ટેંટ તરીકે જોડાઈ હતી.
પૂજાએ અત્યાર સુધીમાં ઢગલાબંધ સીરિયલ્સમાં પોતાના અભિનયથી છાપ ઊભી કરી છે. પણ પૂજા 3 વર્ષ પહેલા બીજા લગ્નને લઈને ચર્ચામાં આવી હતી. એટલું જ નહીં પૂજાને લઈને સમાચારો આવ્યા હતા કે, તે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. પ્રેગ્નેન્ટ થયા બાદ પૂજા બેનર્જીએ લગ્નના ફેરા લીધા હતા. હકીકતમાં જોઈએ તો, પૂજા બેનર્જીએ 2020માં દીકરાને જન્મ આપ્યો હતો. દીકરા પહેલા તેણે છુટાછેડા લઈ લીધા હતા.
પણ પૂજાને કુણાલ સાથે સંબંધ ચાલી રહ્યો હતો. આ દરમ્યાન બંનેએ બાળકનો પ્લાન બનાવ્યો હતો. પણ દીકરાના જન્મના 1 વર્ષ બાદ પૂજા અને કુણાલે 2021માં ગોવામાં 7 ફેરા લઈ લગ્નની રસો પુરી કરી હતી. જો કે તેને લઈને પૂજાએ બાદમાં સફાઈ પણ આપી હતી. જેમાં પૂજાએ જણાવ્યું હતું કે, અમે કોવિડ હોવાના કારણે કોર્ટ મેરેજ કરી ચુક્યા હતા.
પણ અમારી રસમ થઈ શકી નહોતી. જેના કારણે અમે 2021માં બધી રસમો પુરી કરી. હવે પૂજા બેનર્જી ટીવી સીરિયલ્સમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરે છે. પૂજા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે
Reporter: News Plus