ગોવિંદાની ભાણેજ અને કૃષ્ણા અભિષેકની કઝિન રાગિણી હાલમાં જ ધર્મ-પરિવર્તનને લઈને ખૂબ જ ચર્ચામાં રહી છે
રાગિણી ખન્ના માટે સૌથી મોટો ધર્મ માનવતા છે. તે સંપૂર્ણ રીતે હિન્દુ છે અને તેણે કોઈ ધર્મ-પરિવર્તન નથી કરાવ્યું. ગોવિંદાની ભાણેજ અને કૃષ્ણા અભિષેકની કઝિન રાગિણી હાલમાં જ ધર્મ-પરિવર્તનને લઈને ખૂબ જ ચર્ચામાં રહી છે. રાગિણીનો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. તેમ જ આ ફેક ન્યુઝવાળો એક વિડિયો રીશૅર કર્યો હોવાથી રાગિણી સ્પૉટલાઇટમાં આવી ગઈ હતી, જેમાં તેણે માફી માગી હોવાની ચર્ચા હતી. આ વિશે પૂછતાં રાગિણી કહે છે, ‘એક ઍક્ટર તરીકે અમારે ખૂબ જ સાચવીને રહેવું જોઈએ અને એ હું આ ઘટના પરથી શીખી ગઈ છું. છેલ્લા ઘણા મહિનાથી હું મારા ફૅન્સ દ્વારા શૅર કરવામાં આવેલી પોસ્ટને રીશૅર કરી રહી હતી. મને નહોતી ખબર કે એ એક ઇશ્યુ બની જશે અને મારી ઓળખ પર જ સવાલો ઊભા થશે. એક ફૅને ફેક પોસ્ટ બનાવી હતી અને મને એના પર ટૅગ કરી હતી. તેણે મને કોલૅબરેશનની રિક્વેસ્ટ મોકલી હતી. મેં પોસ્ટ જોયા વગર ભૂલથી એને સ્વીકારી લીધી હતી. ત્યાર બાદ તેણે ફેક પોસ્ટ શૅર કરી હતી જેમાં હું મારા ધર્મ-પરિવર્તન વિશે વાત કરી રહી છું. આ એકદમ ખોટા સમાચાર છે. મેં એ વિશે રિપોર્ટ પણ કર્યો છે.’
છેલ્લાં દસ વર્ષથી તે દર રવિવારે ચર્ચમાં જાય છે એ વિશે રાગિણી કહે છે, ‘એનો મતલબ એ નથી કે મેં ધર્મ-પરિવર્તન કર્યું છે. મારા માટે માનવતા સૌથી મોટો ધર્મ છે અને મારા માટે હંમેશાં એ જ રહેશે.’
Reporter: News Plus