વડોદરા શહેરના યાકુતપુરા સ્થિત MES બોયઝ સ્કુલ ખાતે વિદ્યાર્થીઓની સુરક્ષા-યોગ્ય લાયકાત વિનાના શિક્ષકો અને કોમ્પ્યુટર લેબનો અભાવ છે. શહેરમાં ચાલતી અનેક ખાનગી સ્કૂલોમાં ભારે ગેરરીતી ચાલતી હોવાના આક્ષેપો થયા છે.
આ અંગે શહેર એનએસયુઆઈ દ્વારા કારેલીબાગ ખાતે શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે.શહેરમાં ચાલતી ધો. ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને કેટલીક ખાનગી સ્કૂલોમાં એડમિશન આપવા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. જોકે આવી ખાનગી સ્કૂલોમાં લાયકાત મુજબના શિક્ષકો રાખવામાં આવતા નથી નથી જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાંથી નિયત ધોરણ મુજબ વર્ગખંડની મંજૂરી કરતા વધારે રાખવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી કેટલી કે ખાનગી સ્કૂલોમાં કોમ્પ્યુટર ક્લાસની દર વર્ષે ફી લેવામાં આવે છે પરંતુ આવી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ છે જ નહીં આ ઉપરાંત આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે યાકુતપુરા ખાતે આવેલી એમઈએસ સ્કૂલના માધ્યમમાં ગેરરીતિ ચાલે છે.
જેમ કે બાલવાડીથી લઈને ધો. ૧૨માં વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન લેવું હોય તો સ્કૂલના આચાર્ય ઇન્ટરવ્યૂ લે પછી જ તેને એડમિશન આપવામાં આવે છે. ઉપરાંત આવી ખાનગી સ્કૂલમાં ભણવા વાળા શિક્ષકની શૈક્ષણિક લાયકાત ઓછી હોવા છતાં એક ધોરણના સેક્શનની મંજૂરી પર બે- ત્રણ સેક્શન મંજૂરી વિના વધારે ચલાવાય છે. વિદ્યાર્થીઓ પાસેથી કોમ્પ્યુટર ક્લાસની ફી વસૂલ કરવામાં આવે છે પરંતુ કમ્પ્યુટર ક્લાસમાં એક પણ કમ્પ્યુટર ચાલુ હાલતમાં હોતા નથી. આવા અનેક કારણોથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા અને ઉપપ્રમુખ સુઝાન લાડમેન સહિત અન્યોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટીઓ સામે પગલાં લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોઈ ચેડા થાય નહીં.
Reporter: admin