શહેરના મંગળ બજાર ખાતે વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા ની ટીમ ત્રાટકતા નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા. વારંવાર દબાણ હટાયા બાદ પણ ગણતરીના કલાકમાં પાછા દબાણ ગોઠવાઈ જાય છે. કોની મહેરબાની?
મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છ. શહેરના સીટીવિસ્તારમાં આવેલું મંગળ બજાર મધ્ય ગુજરાતમાંથી લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. દર વખતે પાલિકાની ટીમ ત્યાં આવીને દબાણ હટાવવામાં આવે છે પરંતુ ગણતરીના કલાકોમાં દબાણો પાછા ગોઠવાઈ જાય છે. કોની મહેરબાની હતી એક મોટો સવાલ છે.મંગળ બજાર એમજી રોડ ખાતે અતિશય દબાણોના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા હોય છે જેના કારણે લોકોનો પોલીસ સાથે ઘર્ષણ પણ જોવા મળતો હોય છે ત્યારે ગુરુવારના રોજ મહાનગરપાલિકાની દબાણ શાખા ની ટીમ દ્વારા મંગળ બજારમાં દબાણો દૂર કરવા પહોંચી હતી ત્યારે નાશ ભાગના દ્રશ્યો સર્જાયા હતા
જેમાં પાલિકાની ટીમ દ્વારા રોડ પર દબાણ કરતા લારી ગલ્લા ના દબાણો જપ્ત કરવામાં આવ્યા હતા.જપ્ત કરતા સમયે દબાણ શાખા ની ટીમ સાથે લારીધારકો સાથે ઘર્ષણ પણ થયું હતું જોવું રહ્યું કે આ મંગળ બજારમાં કેટલા દિવસ સુધી દબાણ મુક રહે છે. જોકે ચર્ચા એવી પણ છે જ્યારે પણ હપ્તો આપવામાં નથી આવતો ત્યારે જ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકે છે. તંત્ર ચાહે તો બધું જ કરી શકે છે. થોડા મહિના અગાઉ જ્યારે અમિત શાહ વડોદરામાં રેલી કરવાના હતા ત્યારે મંગળ બજાર એકદમ ખુલ્લું કરી દેવામાં આવ્યું હતું. કોઈપણ ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય એમ તેમ ન હતું. એ વખતે પણ નાગરિકોની માંગ એવી હતી કે ત્યારે કોઈ નેતા આવવાના હોય ક્યારે આવી કામગીરી કરે છે આવી જ કામગીરી પાલિકા - ટ્રાફિકવિભાગ જો દરરોજ કરે તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઇ નહીં. પરંતુ કહેવાય છે ને કે "યે તો પબ્લિક હૈ સબ જાનતી હૈ"
Reporter: News Plus