વ્યક્તિના જીવન ઘડતરમાં શિક્ષકની પાયાની ભૂમિકા રહેલી છે. શિક્ષક ફકત ભણાવવા પૂરતો સિમિત ન રહેતા વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રનિર્માણની ત્રિસ્તરીય જવાબદારી નિભાવતો હોય છે
વિદ્યાર્થીના વ્યક્તિત્વના તમામ પાસા ખુલે અને વિદ્યાર્થી ફક્ત સ્વકેન્દ્રી ન રહેતા સમાજકેન્દ્રી બને એ માટે શિક્ષક સતત પ્રયત્નશીલ રહેતા હોય છે.વડોદરા મહાનગર પાલિકા સંચાલિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા જીગરભાઈ ઠાકરની શિક્ષક તરીકે પોતાની શૈક્ષણિક કારકીર્દિની શરૂઆત કરનાર જીગરભાઇએ એમ.એ.બી.એ. પી.ટી.સી. કરેલ છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષથી શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવવે છે. આ શાળામાં આચાર્ય જીગર ઠાકર સહિત પાંચ શિક્ષકો મહાનગર પાલિકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક અને પ્રતિભાશાળી શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવી ચુક્યા છે. શાળાના આચાર્ય જીગર ઠાકર સ્કૂલ વિશે વાત કરતા જણાવે છે કે, શાળામાં દરેક ક્લાસ સ્માર્ટ ક્લાસ છે આ ક્લાસમાં ટચ બોર્ડના માધ્યમથી શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે.
શાળામાં વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ છે.અમારી શાળા પાસે પોતાના રચનાત્મક કામોની રજૂઆત માટે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. દરરોજની શૈક્ષણિક પ્રવૃતિઓ યુ ટયુબ અને ફેસબુક ચેનલ પર મુકવામાં આવે છે. આ માધ્યમો થકી ઘણી બધી શાળાઓ પોતાની શાળામાં થતા રહેલા રચનાત્મક કાર્યો, નવાચાર વગેરેને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકી રહી છે અને લોકો તેની નોંધ લઈ રહ્યા છે. શાળાના શિક્ષણ અને ઈતરપ્રવૃત્તિઓ બંનેમાં સારું કાઠું કાઢ્યું હોય તેવી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલાકાગ પ્રાથમિક શાળા છે. શાળામાં પ્રવેશ કરતા જ આપણને એમ લાગે જાણે આપણે કોઈ ખાનગી શાળાના ભવ્ય સંકુલમાં પ્રવેશતાં હોઇએ.
Reporter: News Plus