વિશાલ નગર દત્ત મંદિર પાસે વરસતા વરસાદમાં પાલિકાના દક્ષિણ ઝોનના અધિકારીઓ અંધેરી નગરી ગાંડુ રાજા માફક ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી.
વિશાલ નગર દત્ત મંદિરથી હરિનગર જવાના રસ્તે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી નહતી.વિસ્તારના નાગરિકો અને વાહન ચાલકોને ઉબડખાબડ ખોદેલા રસ્તા પર થી પસાર થવું પડે છે.પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી નથી.
આજ રોજ વરસતા વરસાદમાં કાઉન્સિલરની સૂચના થી પ્રજાના રૂપિયા ખર્ચીને ફકત માનીતા લોકોને ખુશ કરવા માટે દત્ત મંદિર થી કલ્લુંના ચોક પાસે ડામર પાથરવાની કામગીરી દક્ષિણ ઝોનના ઇજનેર શાખા દ્વારા કરવામાં આવી છે.પ્રજાના રૂપિયાનો ખોટો વેડફાટ કરવાને બદલે કાઉન્સિલર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી માનીતા લોકોના કામ કરવામાં આવે અથવા નાગરિકોની સમસ્યા દૂર કરવા માટે કામગીરી કરવામાં આવે તે કાઉન્સિલર માટે જરૂરી છે તેનો જવાબ કાઉન્સિલર આપે.
Reporter: admin