News Portal...

Breaking News :

વડોદરા જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૧૭૨ રસ્તાઓની ડામર પેચની કામગીરી હાથ ધરવામાં આવી

2024-09-14 15:56:29
વડોદરા જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૧૭૨ રસ્તાઓની ડામર પેચની કામગીરી હાથ ધરવામાં આવી


વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે માર્ગ અને મકાન વિભાગ,પંચાયત હસ્તકના રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.


માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જિલ્લાના ગ્રામ્ય રસ્તાઓની હોટ મિક્સથી ખાડાઓનું પૂરાણ કરવામાં આવી રહ્યું.જે કામગીરી આગામી ૧૫ દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાનું કાર્યપાલક ઈજનેરશ્રી નાયકાવાલાએ જણાવ્યું છે.જિલ્લામાં અતિભારે વરસાદને કારણે નુકશાન પામેલા રસ્તાઓની મેટલ પેચની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.


હાલમાં વરસાદે વિરામ લેતા હોટમિક્ષ મટીરીયલથી ડામર પેચની કામગીરી શરૂ કરવામાં આવી છે.પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૧૭૨ રસ્તાઓમાં અંદાજિત ૬૫ કિ.મી.લંબાઈના રસ્તાઓને નુકસાન થયું હતું જેની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું તેમ તેમણે ઉમેર્યું હતું.

Reporter: admin

Related Post