એસ.એસ.જી હોસ્પિટલમાંથી એક જી.આઇ.એસ. એફ. સિક્યોરિટીના ઇન્ચાર્જ નવીનચંદ્ર પરમારનો ફોન સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલાને આવ્યો.
અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે એક નિરાધાર, નિઃસહાય યુવાન જેમનો કોઈ પરિવાર નથી.પૂછપરછ કરતા યુવાનનું નામ ઓમકુમાર પ્રકાશ ઝા છે અને તે ને આંખ દેખાતું નથી અને ગુજરાન ચલાવવા ભીખ માંગવા જાય છે કોઈ ક વાર જમવાનું મળે છે તો કોઈ વાર ભૂખ્યે જ સૂઈ જાય છે સંસ્થાના પ્રમુખ વિષ્ણુ વાઘેલા હોસ્પિટલમા થી મળી આવેલ યુવાન જેમનું નામ ઓમકુમર પ્રકાશ ઝા છે. એમની શું પરિસ્થિતિ છે એ જોવા માટે હોસ્પિટલની મુલાકાત કરવા ગયા. મુલાકાત કરવા ગયેલ સંસ્થાના પ્રમુખ એ જોયું તો યુવાન ની હાલત ખુબજ દયનીય હતી.
મુલાકાત કર્યા બાદ સંસ્થાના પ્રમુખ દ્વારા વાઘોડિયા તાલુકાના રશુલાબાદ ગામ ખાતે આવેલ અપના ઘર આશ્રમમાં જાણ કરી. અપના ઘર આશ્રમમાંથી એમ્બ્યુલન્સ એસ.એસ.જી હોસ્પિટલથી રેસ્ક્યુ કરવા માટે આવી. આ યુવાનનું રેસ્ક્યુ કરીને અપના ઘર આશ્રમ ખાતે લાવવામાં આવ્યા હતા. જયાં આશ્રમ દ્વારા આ દિવ્યાંગ યુવાનની સાર - સંભાળ સાથે રેહવા અને જમવાની પણ તદ્દન ફ્રી માં વ્યવસ્થા કરવામાં આવશે. દિવ્યાંગ યુવાન ની વ્હારે આવવા માટે સર્વ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુ વાઘેલાએ અપના ઘર આશ્રમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Reporter: admin