વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષના સ્વાતિબેન ગોસલિયા એ સળંગ ૮૧ દિવસના ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા પૂરી કરી આજે પારણાં કર્યા છે.
વડોદરા નહી પણ સમગ્ર ગુજરાતના સ્થાનકવાસી જૈન સમાજમા આવી ઉગ્ર તપશ્ચર્યા પહેલી જ વાર થયેલ છે. ૮૧ દિવસ સુધી ફક્ત ઉકાળેલું પાણી પી ને આ આક્રી તપશ્ચર્યા પૂર્ણ કરેલ છે. તારીખ ૨૫ જૂન ૨૦૨૪ થી શરૂ કરેલ તપશ્ચર્યા તારીખ ૧૩ સપ્ટેમ્બરે પૂર્ણ કરી આજ રોજ તારીખ ૧૪ સપ્ટેમ્બર એ ૮૧ ઉપવાસના પારણા કરેલ છે. આ અગાઉ પણ તેમણે ૨૦૧૩ માં ૩૦ ઉપવાસ, ૨૦૧૪ મા ૩૫ ઉપવાસ, ૨૦૧૫ મા ૫૧ ઉપવાસ અને ૨૦૧૭ માં ૬૦ ઉપવાસ ની તપશ્ચર્યા કરેલ છે. ૮૧ દિવસ સુધી પેટ મા અન્નનો એક પણ દાણો કે અન્ય કોઈ પણ પદાર્થ ગયો નથી. તે છત્તા આજે તેમના પારણા થયા ત્યારે સ્વાતિબેન સંપૂર્ણ પણે સ્વસ્થ દેખાતા હતા.
ઉપવાસ ની આધ્યાત્મિક તાકાત તેમના ચેહરા પર દેખાઈ આવતી હતી. સ્વાતિબેન એ કહ્યું કે મેં કોઈ પણ પ્રકારની સિદ્ધિ કે ઈચ્છા માટે ઉપવાસ નથી કર્યા. જૈન ધર્મ મા ઉપવાસ નું ખૂબ જ મહત્વ છે અને મેં મારા કર્મ નિર્જરા અર્થ તપશ્ચર્યા કરી છે. આ તપ તેમણે અજરામર સંપ્રદાય ના બા. બ્ર. પૂજ્ય ઝરનાબાઈ મહાસતીજી ની નિશ્રા મા કરેલ છે. સ્વાતિબેન ના પરિવારજનો એ જણાવ્યું કે ૮૧ દિવસ ના ઉપવાસ પૂર્ણ થયા અને પારણા તો થયા પરંતુ આટલા લાંબા ઉપવાસ બાદ આંતરડા ઠોસ આહાર નું પાચન કરી શકે તે માટે સક્ષમ ન હોય તે થી હજુ ૫૦ દિવસ સુધી સ્વાતિબેન માટે ઉપવાસ જેવી જ સ્થિતિ રહેશે.
Reporter: admin