નિષ્ફળ તંત્રની લોકો મજાક ઉડાડી રહ્યા છે
આ રાજમાં ભોગ બનેલાને મદદ કરવી એ પણ ગુનો ?.
આશિષ જોશીએ હરણી કાંડની પીડિત બહેનોના હાથે રાખડી બંધાવી કહ્યું, જ્યાં સુધી ન્યાય નહીં અપાવું ત્યાં સુધી જંપીશ

હરણી કાંડમાં જવાબદાર સનદી અધિકારીઓ ઉપર પગલાં લેવામાં તંત્ર નિષ્ફળ..
આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હતો અને હરણી બોટકાંડમાં જે પીડિત પરિવારોએ પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવ્યા છે તે પણ પોતાનું દુખ ઓછું કરીને તહેવાર ઉજવી શકે તે માટે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશી પણ પીડિત પરિવારોને ત્યાં પહોંચ્યા હતા અને રાખડી બંધાવી હતી. આશિષ જોશી તેમના પત્ની સાથે આજે રક્ષા બંધને હરણી કાંડના પીડિત મહિલા સરલા શિંદે અને અલ્તાફ મનસુરીના ઘેર પહોંચ્યા હતા. તેમણે સરલા શિંદે તથા અલ્તાફ મનસુરીના પત્ની ચાંદ બીબી જોડે રાખડી બંધાવી હતી. આ પ્રસંગે મીડિયાને તેમણે કહ્યું હતું કે મેં ગયા વર્ષે પણ સરલા જોડે રાખડી બંધાવી હતી અને આજે એક બહેનનો તેમાં વધારો થયો છે. તેની મને ખુશી છે. બોટકાંડ પછી દરેક પીડિત પરિવારોમાં તહેવાર જેવું કંઇ રહ્યું નથી અને તેમને તેમના બાળકો યાદ આવે તે સ્વાભાવિક છે.

જેથી તેમનું દુખ હળવું થાય તે આશયથી દરેક તહેવારોમાં હું આ પીડિતોના ઘેર જઇને તેમનું દુખ ઓછું કરવાનો પ્રયાસ કરું છું. આ પીડિત પરિવારોનું દુખ વડોદરાવાસીઓ સમજે તે જરુરી છે.જ્યારે કોઇ પણ તહેવાર આવે ત્યારે તેમના માં- બાપને તેમનું બાળક યાદ આવે તે સ્વાભાવિક છે.આજે આ પરિવારો સાથે હું રક્ષાબંધનનો તહેવાર ઉજવવા આવ્યો છું. જ્યાં સુધી હું આ પીડિત પરિવારોને ન્યાય નહી અપાવું ત્યાં સુધી હું જંપીને બેસીશ નહી ત્યાં સુધી મને લાગ્યા કરશે કે મારી બહેનને કંઇક આપવાનું ખુટે છે. હું વારંવાર સરકાર અને તંત્ર સામે અવાજ ઉઠાવીશ અને ન્યાય મેળવીને રહીશ અને ત્યારે જ મને સંતોષ થશે.આશિષ જોષીના ધર્મ પત્ની સાથે આજે સરલા અને અલતાફ મન્સૂરીના વાઈફ ચાંદ બીબી જોડે રક્ષા બંધન ની ઉજવણી કરી હતી.

Reporter:







