News Portal...

Breaking News :

દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતે મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી..

2025-08-09 19:27:58
દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતે મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી..



રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે. વડોદરા શહેરના દાંડિયા બજાર આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી દાંડિયા બજાર ખાતે આવેલ બ્રાહ્મણ સભા હોલમાં પરંપરાગત રીતે વિધિવત પૂજન અર્ચન સાથે મોટી સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવા અને બદલવાનો કાર્યક્રમ યોજાયો. 

વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત જાળવી રાખતા યજ્ઞોપવીત સંસ્કાર એટલે (જનોઈ) ધારણ કરવા અને બદલવાનું ભવ્ય આયોજન કરાયું હતું ધટના શ્રીકાંત કેળકર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પંથકના બ્રાહ્મણો જોડાયા હતા અને વિધિવત રીતે પૂજન અર્ચન સાથે યજ્ઞોપવીત સંસ્કાર એટલે કે જનોઈ ધારણ કરી હતી.

Reporter: admin

Related Post