News Portal...

Breaking News :

હરણી બોટકાંડ માટે જવાબદાર સ્કૂલ પાસે ભાડુ વસુલી ગ્રાઉન્ડને રેલીંગ લગાવવા આશિશ જોષીની માગ

2025-05-12 11:19:31
હરણી બોટકાંડ માટે જવાબદાર સ્કૂલ પાસે ભાડુ વસુલી ગ્રાઉન્ડને રેલીંગ લગાવવા આશિશ જોષીની માગ


હરણી બોટકાંડના પીડિતોને હજું વળતર પણ મળ્યું નથી તથા આરોપીઓ હજું છુટા ફરે છે છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી. 


નવાઇની વાત એ છે કે આ મામલામાં સ્કૂલ સંચાલકો તથા કોર્પોરેશનના અધિકારી અને તત્કાલિન કમિશનરની પણ ભૂમિકા બહાર આવી હતી છતાં સરકારે પગલાં ભર્યા નથી. હરણી બોટકાંડમાં પીડિતોને ન્યાય મળે તે માટે શરુઆતથી જ તેમની વ્હારે રહેલા કોર્પોરેટર આશિશ જોશીને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. જે વ્યક્તિ ન્યાય માટે લડે છે તેને સસ્પેન્ડ કરી દેવાય છે પણ સ્કૂલ સંચાલકો અને કોર્પોરેશનના અધિકારીઓને કોઇ કશું બગાડી શકતું નથી. કોર્પોરેટર આશિશ જોશીએ જણાવ્યું હતું કે સ્કૂલ જે મેદાન વાપરે છે તે કોર્પોરેશનનું છે અને આજે 1 વર્ષ અને 5 મહિનાથી કોર્પોરેશનનું આ ગ્રાઉન્ડ હજું પણ રેલીંગ લગાવીને કોર્ડન પણ કરાયું નથી. તેમણે સ્કૂલ સંચાલકો પર પગલાં લઇને શાળાએ અત્યાર સુધી વાપરેલા મેદાનનું ભાડુ વસુલવામાં આવે તેવી પણ માંગ કરી હતી. તો બાળકોને ન્યાય મળશે. તેમણે પ્રશ્ન કર્યો છે કે કોર્પોરેશનનું મેદાન શાળાએ 40 વર્ષ સુધી મફત વાપર્યું છે તો તે બદલ શાળા પાસેથી લાગત વસુલ કરશો કે નહી. જો ના કરવા માગતા હો તો ના કહી દો કે કોઇ કાર્યવાહી નહીં કરો. તેમણે આ મામલે ભુતકાળમાં અનેક વખત રજૂઆતો પણ કરેલી છે. છતાં હજું કોર્પોરેશનના મેદાનમા રેલીંગ મારીને કોર્ડન કર્યું નથી. 

સ્કૂલને બચાવાના પ્રયાસ
સ્પષ્ટ જ લાગે છે કે સ્કૂલ કોણ બચાવે છે. સ્કૂલ ની અડધી બિલ્ડીંગ ધારાસભ્યે જ આપેલી છે. મેદાન પર રહેલી રેલીંગ હજું એવી જ છે અને લગાવાઇ નથી. સ્કૂલને બચાવાવાનો પ્રયાસ છે. એક વર્ષ અને 5 મહિનાથી રેલીંગ ત્યાં પડેલી છે.
આશિષ જોશી, કોર્પોરેટર

Reporter: admin

Related Post