News Portal...

Breaking News :

હરણી બોટકાંડના દોષીત અધિકારીઓ સામે એફઆઇઆર નોંધાવવા આશિષ જોષીની સામાન્ય સભામાં માગ

2025-01-23 11:35:19
હરણી બોટકાંડના દોષીત અધિકારીઓ સામે એફઆઇઆર નોંધાવવા આશિષ જોષીની સામાન્ય સભામાં માગ



 વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે  સામાન્ય સભા મળી હતી. જેમાં હરણી બોટ કાંડ અને વિશ્વામિત્રી ને લઈને સભા ગજવી હતી.



હરણી બોટકાંડના દોષીત અધિકારીઓ સામે એફઆઇઆર નોંધાવવા આશિષ જોષીની સામાન્ય સભામાં માગ..પાલિકાની બુધવારે મળેલી સામાન્ય સભામાં હરણી બોટકાંડનો મુદ્દો ચગ્યો હતો. કોર્પોરેટર આશિશ જોશીએ નિર્દોષ બાળકો અને શિક્ષકોને વળતર આપવા તથા રાજેશ ચૌહાણ સહિત જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગ કરી હતી.હરણી બોટકાંડમાં જવાબદારોને સજા મળે અને નિર્દોષ બાળકો અને શિક્ષકોને ન્યાય અને વળતર મળે તે માટે ભાજપના કોર્પોરેટર આશિશ જોષી પહેલાં દિવસથી જ અવાજ ઉઠાવી રહ્યા છે. બુધવારે મળેલી સામાન્ય સભામાં આશિશ જોષીએ ધારદાર રજૂઆતો કરી હતી. તેમણે કહ્યું કે મોટર વ્હીકલ એક્ટ મુજબ બાળકોને 10થી 12 લાખનું વળતર મળી શકે છે અને શિક્ષકોને તેમના પગાર મુજબ વળતર મળી શકે છે. આશિશ જોષીએ કહ્યું હતું કે હરણી લેકઝોનમાં કોન્ટ્રાક્ટરને માત્ર પેડલ બોટ ચલાવાની મંજૂરી જ પાલિકા દ્વારા અપાઇ હતી પણ તેણે પાલિકાના આદેશને માન્યો ન હતો અને તે બિન્ધાસ્ત મોટરબોટ વાપરતો હતો તો તમે શું ધ્યાન રાખ્યું તેવો સવાલ પણ તેમણે કમિશનરને કર્યો હતો.આશિશ જોષીએ સભામાં કહ્યું હતું કે રાજેશ ચૌહાણને માત્ર 5 હજાર રુપિયા પેંશનમાંથી કપાત કરવાનો નિર્ણય કરાયો છે પણ જો અધિકારીઓ દોષીત હોય તો તેમની સામે તમારે એફઆઇઆર પણ દાખલ કરાવવી જોઇએ. રજૂઆતવડોદરા શહેરના છાણી ગામ પાસે બાજવા જતા માર્ગ પર અશ્વની પ્રતિમા મૂકવામાં આવી છે તે નિયમની વિરુદ્ધ હોય તેને હટાવવામાં આવે તે માંગ સાથે વોર્ડ નંબર એકના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર જહા ભરવાડ દ્વારા સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી.આ વિશે જહા ભરવાડે જણાવ્યું હતું કે આ પ્રતિમાની ઊંચાઈ નિયમ વિરુદ્ધ છે અને ટ્રાફિક શાખા દ્વારા પણ અને બ્લેક સ્પોટ બતાવવામાં આવ્યો છે ત્યારે પાલિકાના સત્તાધીશો તમામ નિયમોને ઘોળી પી ગયા રહ્યું છે. અને આ સ્થળ પર પ્રતિમાના કારણે અકસ્માત સર્જવાની ભીતિ રહેલી છે ત્યારે આ પ્રતિમા અન્ય સ્થાપિત કરવી જોઈએ એવી અમારી માંગ છે અને જ્યાં સુધી આ પ્રતિમા નહીં હટે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.પાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલર હરીશ પટેલ દ્વારા ઉગ્ર રજૂઆત છાણી સ્મશાન ગૃહમાં ગેસ ચિતા ન લઈને સ્થાયી સમિતિમાં લેવાયેલા નિર્ણય સામે કાઉન્સિલર હરીશ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી તો સાથે બાજવા ચોકડી પર સ્થાપિત કરવામાં આવેલા અશ્વ ની પ્રતિમા મુદ્દે પણ રજૂઆત કરી હતી.વિશ્વામિત્રી પ્રોજેક્ટ બાબતે સવાલો ઉભા કરતા પુષ્પા વાઘેલા પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર એકના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે સવાલો ઊભા કરી પૈસા કમાવાનું સાધન બની ગયું છે તેવું જણાવ્યું હતું.


તેમણે જણાવ્યું હતું કે ગતરોજ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ચાઇના સભ્યો અને પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું. જે તમામ સભાસદોની હાજરીમાં થવું જોઈતું હતું જેથી તમામ સભાસદોનું ઘોર અપમાન થયું છે. ત્યારબાદ અમારા પત્ર ના આધારે અલગથી સભા બોલાવી તમામ સભાસદો સમક્ષ આ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવનાર છે. આ સાથે અગાઉ આવા પ્રોજેક્ટ થયેલા છે જે સફળ નથી રહ્યા તેવું પણ તેઓએ જણાવ્યું હતું અને ગેસ પ્રોજેક્ટ નો દાખલો આપતા જણાવ્યું હતું કે ગેસ ખાતાને ખાનગીકરણ કરવામાં આવ્યું ત્યાર બાદ પાલિકાને એક પૈસાનો પણ ફાયદો નથી થયો. વિશ્વામિત્રી પ્રોજેક્ટને જબરદસ્ત પૈસા કમાવાનું સાધન ગણાવી વધારે ભાવે કામ આપવાનો કારસો રચ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે થયેલ દબાણો મુદ્દે પણ સવાલો ઊભા કર્યા હતા.

Reporter: admin

Related Post