ગુજરાત અસામાજિક પ્રવૃતિ પ્રતિબંધક ધારા-૧૯૮૫ અને પાસા એક્ટની કલમ ૯(૧) મુજબ આશિષભાઈ ઉર્ફે આશિયો કાળીદાસ મકવાણા, રહે. મહાકાળી મંદિરવાળું ફળીયું, શામળકુવા, પાદરા ટાઉન, તા. પાદરા, જિ. વડોદરાનાએ વિદેશી દારૂની બોટલોની હેરાફેરી સહિત વિવિધ અસામાજિક પ્રવૃતિઓ આચરતા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય દ્વારા તા. ૧૨/૦૪/૨૦૨૪ ના રોજથી પાસા હેઠળ દરખાસ્ત રજૂ કરાઈ હતી. જે અન્વયે કલેક્ટરશ્રીના હુકમ અનુસાર પોલીસ દ્વારા તા. ૧૪/૦૪/૨૦૨૪ ના રોજ અટકાયત કરીને ‘જામનગર જિલ્લા જેલ‘ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
Reporter: News Plus