ગુજરાત અસામાજિક પ્રવૃતિ પ્રતિબંધક ધારા-૧૯૮૫ અને પાસા એક્ટની કલમ ૯(૧) મુજબ આસીફ નુરમહંમદ કુરેશની રહે. મકાન નં. ૧૬, મીના પાર્ક સોસાયટી, ખંધા રોડ, વાઘોડીયા ટાઉન, તા, વાઘોડીયા, જિ. વડોદરાનાએ ગેરકાયદે રીતે કતલ કરવાના ઈરાદે પશુઓ તથા કતલ કરવા માટે ઉપયોગમાં લીધેલા સાધનો રાખવા સહિત વિવિધ અસામાજિક પ્રવૃતિઓ આચરતા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય દ્વારા તા. ૩૦/૦૩/૨૦૨૪ ના રોજથી પાસા હેઠળ દરખાસ્ત રજૂ કરાઈ હતી. જે અન્વયે કલેક્ટરશ્રીના હુકમ અનુસાર પોલીસ દ્વારા તા. ૦૮/૦૪/૨૦૨૪ ના રોજ અટકાયત કરીને ‘પોરબંદર ખાસ જેલ ‘ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
Reporter: News Plus