93.79 પર્સેન્ટાઇલ ગુણ સાથે ઉત્તીર્ણ થનાર અશીન શેખ વિદેશ જવાના બદલે દેશમાં રહીને જ ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છે છે
વડોદરા ની બ્રાઈટ સ્કૂલ અમિતનગર ની વિદ્યાર્થિની અશીન અતીક શેખ માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષામાં 93.79 પર્સેન્ટાઇલ ગુણ સાથે ઉત્તીર્ણ થઈ છે.
પત્રકાર પિતા ની પુત્રી એ પોતાની આ સિદ્ધિ બદલ તેના શિક્ષકો, અને માતા પિતાને સફળતાનો શ્રેય આપ્યો હતો. અશીન શેખ ને ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરી NEET ની પરીક્ષા પાસ કરી તબીબ બનવું છે. રોઝ 4 થી 5 કલાક ના વાચન સાથે શરૂઆત થી જો મહેનત કરવામાં આવે તો છેલ્લે માત્ર રિવિઝન કરી સારું પરિણામ લાવી શકાય છે. વિદેશ જવાને બદલે દેશ માં રહી અહીજ અભ્યાસ કરી તબીબ બની દેશની સેવા કરવાની ઈચ્છા હોવાનું અશીન શેખે વધુમાં જણાવ્યું હતું.
Reporter: News Plus