જૂનાગઢ : કેટલાક લોકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે એવુ લાગે કે કુદરતનો કહેર જાણે આપણા પર જ વરસી રહ્યો છે. ત્યારે એવુ થાય છે કે આવું અમારી સાથે જ કેમ થયું. જુનાગઢના ચોક્સી પરિવાર સાથે જે થયુ તેવુ ભગવાન કોઈની સાથે ન કરે.
જ્યાં દીકરાના લગ્નના ઢોલ વાગવાના હતા, તેને બદલે તેના જ મોતના મરસિયા ગાવા પડ્યા. દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ વરરાજાના મોતના સમાચાર આવ્યા હતા. કાળજું કઠન કરીને આ ઘટના વાંચજો. જુનાગઢના જૈન સમાજનો યુવક હર્ષિત ચોક્સીના લગ્ન અમદાવાદની કન્યા સાથે ગોઠવાયા હતા. આખો પરિવાર લગ્નના માહોલમાં વ્યસ્ત હતો. લગ્નની મહેંદી અને દાંડિયા રાસના પ્રસંગો ખુશખુશાલ રીતે ઉજવાયા હતા. જેના બાદ વરરાજા વહેલી સવારે 5 વાગ્યાના રોજ ઉઠીને લગ્ન માટે તૈયાર થઈ રહ્યો હતો, ત્યાં અચાનક હર્ષિતને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી હર્ષિત ત્યાં જ ઢળી પડ્યો હતો.
હર્ષિતને હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આમ, પરિવારની લગ્નની ખુશીઓ એકપળમાં છીનવાઈ ગઈ હતી. તો આ ખબર મળતા જ આખા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે.
Reporter: admin