વડોદરા શહેરના તમામ પ્રજાજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે કટિબદ્ધતા વરસાદ વરસતા ની સાથે એક બાજુ ચોમાસા એ માજા મૂકી છે ત્યારે વડોદરા શહેરના અનેકો વિસ્તારના રોડ રસ્તાઓ બેસી જવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ને મીડિયાના માધ્યમથી રોડ રસ્તાઓ બેસી જવાના અહેવાલ મળતાની સાથે જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ રોડ રસ્તાઓની કામગીરી આરંભ છે.
ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટરોને પણ તાકીદ કરી છે કે જો રોડ રસ્તા બેસી જશે અથવા તેમાં ચરી પડશે તે રોડ ફરી વ્યવસ્થિત બનાવવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે જો કોન્ટ્રાક્ટર તેમ કરવામાં નિષ્ફળ જશે તો તેના પર પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ મુદ્દે વધુમાં જણાવતા કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટરો પાસે પાંચ વર્ષ ની લાઇબ્રેટી લેવામાં આવી છે જો રોડ રસ્તાને કોઈપણ ડેમેજ થાય છે તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે અને કોન્ટ્રાક્ટરને તે કામ પૂરું કરી આપવું પડશે.
Reporter: News Plus