News Portal...

Breaking News :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પખવાડિયાના સેવાકીય કાર્યોના ભાગરૂપે, શૈક્ષણિક કીટનું વિતરણ

2024-09-19 15:43:59
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પખવાડિયાના સેવાકીય કાર્યોના ભાગરૂપે, શૈક્ષણિક કીટનું વિતરણ


ભારતના લોકલાડીલા વડાપ્રધાન  નરેન્દ્ર  મોદીના જન્મદિન- પખવાડિયાને સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉજવવાના ભાગરૂપે માંજલપુર ભાજપના સક્રિય સિનિયર કાર્યકર, આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદીએ લાલબાગ બ્રિજ નીચે, તુલસીધામ સર્કલ પાસે તેમજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચાલતી પાઠશાળામાં આશાદીપ સંસ્થાના નેજા હેઠળ જરૂરિયાતમંદ બાળકો ભણવા આવે છે. 


આ સંસ્થાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું. શૈક્ષણિક સત્રની શરૂઆતમાં પણ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કીટનું વિતરણ કરીને ત્રિવેદીએ વડાપ્રધાન નો બાળકોને પરિચય કરાવી, સમગ્ર દેશમાં ઉજવાય રહેલા સેવાકીય પ્રવૃતિઓની માહિતી પણ આપી, તથા જણાવ્યું કે બાળકોને ડિસેમ્બરમાં પુનઃ શૈક્ષણિક કીટ આપવામાં આવશે. આશાદીપ સંસ્થા દ્વારા વડોદરા શહેરમાં 40 સ્થળોએ આશરે 1000 થી વધુ બાળકોને આ રીતે શિક્ષણ આપવામાં આવે છે તેમ સંચાલક  એ જણાવી શૈક્ષણિક કીટનું વિતરણ કરનાર શંકરલાલ ત્રિવેદીનો આભાર  માન્યો હતો.

Reporter: admin

Related Post