વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્ર સિંહ ડિવિઝનના 40 રેલ્વે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા.
વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્ર સિંહ ડિવિઝન ના 40 રેલ્વે કર્મચારીઓ ને સુરક્ષિત ટ્રેન સંચાલન માં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા.આ રેલવે કર્મચારીઓ ને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓ ને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.વડોદરા વિભાગના સિનિયર ડિવિઝનલ સંરક્ષા અધિકારી શરદ ગૌતમે જણાવ્યું હતું કે ટ્રેક જાળવણી કરનારા સુરેન્દ્ર કુમાર, શંકુલ કુમાર,કમલેશ કુમાર સિંહ, ધ્રુવ કુમાર, સંજીત કુમાર મહેતા, છતુ ગંઝુ,ઓમ. પ્રકાશસિંહ પી. યાદવ, કૌશિકભાઈ સોલંકી, અજયકુમાર વાજભાઈ, સિનિયર સેક્શન એન્જિનિયર લોકેશ કુમાર મીના, જુનિયર એન્જિનિયર લોકેશ કુમાર સૈની, મદદનીશ આશિષ કુમાર, સ્ટેશન માસ્તર ગોપાલ લાલ મીના, સુજીત કુમાર, યોગેશ ચંદ્ર શર્મા, બેચન પ્રસાદ, આશિષ કુમાર આઝાદ, સ્ટેશન અધિક્ષક અખિલેશ કુમાર ઝા, ટ્રેન મેનેજર નિલેશ ડી. નાગરકર, પોઈન્ટ્સમેન પારુલ પરમાર, પ્રેમ કુમાર,રણજીત મહતો, વિકાસ કુમાર ગુપ્તા, સચિન કુમાર,રામરાજ મીના, મદદનીશ રોહિત યાદવ, મહેશ, ટેકનિશિયન જતીન મહિડા,જીજ્ઞેશ જી. રાવલ, લોકો પાયલોટ ધવલ સોલંકી, ભગવાનસિંહ કે, મુકેશ સી. વરીયા, શૈલેન્દ્ર કુમાર, રાકેશ મીના,અરવિંદ કુમાર,દીપક કુમાર, સિનિયર સેકશન એન્જિનિયર પંકજ કુમાર મહતો, સ્ટાફ નર્સ વિજય કુમાર ધનેશા, ડીઇઇ જનાર્દન પ્રસાદ અને ટેકનિશિયન જશવંત એ મારવાડી ને મેરિટ પ્રમાણપત્રો અને ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તમામ આદરણીય કર્મચારીઓએ રેલ્વે સુરક્ષામાં કોઈ ખામી જણાતાં તરત જ યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી પોતાને બચાવ્યા છે. ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્ર સિંહે આ સતર્ક સુરક્ષા રેલ પ્રહરીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સિંહે જણાવ્યું હતું કે યાત્રીઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેનમાં વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.
Reporter: admin