News Portal...

Breaking News :

હનુમાન જયંતી નિમિત્તે આજે શહેરના ૨૨ જેટલા માર્ગો પ્રતિબંધિત કરાયા:વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો

2024-04-22 16:24:59
હનુમાન જયંતી નિમિત્તે આજે શહેરના ૨૨ જેટલા માર્ગો પ્રતિબંધિત કરાયા:વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો

વડોદરા શહેરમાં આવતીકાલે શ્રી હનુમાન જયંતી નિમિત્તે વિવિધ વિસ્તારોમાંથી શોભા યાત્રાઓ નીકળનાર છે. જેમાં ખાસ કરીને શહેરના ફતેપુરા મેઇન રોડ વિસ્તારમાંથી શોભાયાત્રા સાંજના ૫.૦૦ કલાકે નીકળી ફતેપુરા ચાર રસ્તા, અડાણીયાપુલ ચાર રસ્તા,ચાંપાનેર દરવાજા,માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા, પદ્માવતી ત્રિકોણથી જમણી બાજુ વળી, ગાંધીનગર ગૃહ જ્યુબિલિ બાગ પાર્ક સર્કલથી,ભક્તિ સર્કલથી સીધા રોકડનાથ હનુમાનજી મંદિર પૂર્ણ થશે.

 આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શહેરના ભાવિક ભક્તો જોડાયા છે. જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી શહેર પોલીસ કમિશનરે નો-પાર્કિંગ, વૈકલ્પિક વ્યવસ્થા અને  એક્સેસ પોઇન્ટ અંગે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આવતીકાલ બપોરે ત્રણ કલાકથી ફતેપુરા મેઇન રોડ વિસ્તારની શોભા યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે વિવિધ ૨૨ રસ્તા પ્રતિબંધિત જાહેર કરી આ માર્ગ પરના વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.

Reporter: News Plus

Related Post