વડોદરા મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરૂણ મહેશબાબુ એ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે આજે તેઓ ખંડેરાવ માર્કેટ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ તથા પાલિકાના અધિકારીઓ દ્વારા ફૂલોના બુકે આપીને આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નવા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ એ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપ રાણાએ બે વર્ષમાં જે કામગીરી કરી છે તે ખૂબ સરાહનીય છે તથા જે કામગીરી ચાલી રહી છે તેને સમજીને વેગ આપવાનું કામ કરીશું, વિશ્વામિત્રી પ્રોજેક્ટની 40% કામગીરી પૂર્ણ થઇ છે અને જે 60% કામગીરી બાકી છે તેને ચોમાસા પહેલા પૂર્ણ કરીશું સાથે જ શહેરમાં જે હેરિટેજ ઇમારતોના સમારકામ જાળવણીની કામગીરી છે તેના માટે ઇજનેરો, વરિષ્ઠ નાગરિકો, બુદ્ધિજીવીઓ તેમજ આર્કિયોલોજી વિભાગ સાથે ચર્ચા અને તેમની સલાહ મુજબ રિસ્ટોરેશનની કામગીરી કરી હેરિટેજ ઇમારતોને ફરીથી તેના જૂના અવતારમાં લાવવાનો પ્રયાસ કરીશું.

વડોદરાના વિકાસને વેગ મળે તે માટેની કામગીરી કરવા માટે અમે તથા અમારી ટીમ કટિબદ્ધ છીએ, શહેરમાં જ્યાં જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં હાલમાં ટેન્કર થકી પાણી પૂરું પાડવામાં આવશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મને અહીંની ભૌગોલિક સ્થિતિ પાણીની લાઇન વિગેરેનો અભ્યાસ કરવા દસેક દિવસ લાગશે પરંતુ વડોદરાને વિકાસની ઉંચાઇએ લઈ જવા હું મારું બેસ્ટ આપવા માટે પ્રયાસ કરીશ જેથી વડોદરા શહેર અન્ય શહેરો અમદાવાદ અને સુરતની તુલનામાં આગળ આવે તેવા તમામ પ્રયાસો કરીશું.


Reporter: admin







