News Portal...

Breaking News :

આર્ટ ઓફ લિવિંગ વડોદરા દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલ બ્લડબેંકના સહયોગથી રક્તદાન શિબીરનું આયોજન

2025-02-22 17:05:55
આર્ટ ઓફ લિવિંગ વડોદરા દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલ બ્લડબેંકના સહયોગથી રક્તદાન શિબીરનું આયોજન


માનવતાની સેવા અને સમાજના કલ્યાણ માટે સતત કાર્યરત આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના વડોદરા ચેપ્ટર દ્વારા આજે ૨૩ ફેબ્રુઆરીના રોજ વડોદરામાં વિશેષ રક્તદાન શિબીરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


આ શિબીર આર્ટ ઓફ લિવિંગ ના શિક્ષકો અને સ્વયંસેવકો દ્વારા એસ.એસ.જી હોસ્પિટલ બ્લડબેંકના સહયોગ હેઠળ યોજાશે, જેમાં ૧૦૮ યૂનિટ રક્તસંચય કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. અગાઉ પણ આ રીતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રક્તદાન શિબિરો નું આયોજન કરવામાં આવ્યું છે જેને રક્તદાતાઓ દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળેલ છે. 


સંસ્થાના સ્થાપક, ગુરુદેવ રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ સંસ્થા સમગ્ર વિશ્વમાં માનવતાવાદી પ્રવૃત્તિઓ અને સેવા માટે કાર્યરત છે.વડોદરાના તમામ નાગરિકોને આ મહાન સેવાયજ્ઞમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવે છે.સમય અને સ્થળ: ૨૩ ફેબ્રુઆરી, રવિવાર સવારે ૧૦ થી બપોરે ૪ વાગ્યા સુધી; આર્ટ ઓફ લિવિંગ જ્ઞાન મંદિર, સનફાર્મા રોડ, વડોદરા

Reporter: admin

Related Post