લોકસભાની ચૂંટણીને આડે ચાર દિવસ રહ્યા છે ત્યારે શહેર પોલીસ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને પુરતો બંદોબસ્ત ગોઠવવા તૈયારી કરી લેવામાં આવી છે.આ માટે બહારના અર્ધ લશ્કરી દળોનું વડોદરામાં આગમન થયું છે.આગામી તા૭મીએ યોજાનારી લોકસભાની ચૂંટણી તેમજ ત્યારબાદ મતગણતરી દરમિયાન કોઇ પણ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા પોલીસ બંદાબસ્તને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
વડોદરામાં બંદોબસ્ત માટે ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસનીપોલીસની એક કંપની,તામિલનાડુ સ્ટેટ આર્મ્સ ફોર્સની એક કંપની,ચંદીગઢ સ્ટેટ રીઝર્વ પોલીસની એક કંપની તેમજ બોર્ડર સિક્યુરિટી ફોર્સની એક એક કંપનીનું આગમન થયું છે.આ ઉપરાંત વડોદરામાં અગાઉથી હાજર એસઆરપીની ત્રણ કંપનીઓની સાથે વધુ બે કંપની માંગવામાં આવી છે.
બહારની પોલીસને ભૌગોલિક સ્થિતિનો ખ્લાલ આવે તે હેતુથી સ્થાનિક પોલીસ દ્વારા અર્ધલશ્કરી દળો સાથે સંવેદનશિલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
Reporter: News Plus