News Portal...

Breaking News :

ઓનલાઈન જુગારની ગેમિંગનું પ્રમોશન કરનાર ચાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

2025-06-01 14:15:37
ઓનલાઈન જુગારની ગેમિંગનું પ્રમોશન કરનાર ચાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ


દ્વારકા : ટેક્નોલોજીના યુગમાં યુવાનોમાં ઓનલાઇન ગેમિંગનું વળગણ વળગ્યું છે. 


ત્યારે ઘણીવાર યુવાનો પૈસા કમાવવાની અને રાતોરાત કરોડ બની જવાની લાલચમાં મહેનતના રૂપિયા ગુમાવી બેસે છે. લોકો ડિજિટલ તરફ વળ્યા ત્યારે અનેક એવા સોફ્ટવેર અને એપ્લિકેશન છે જેના દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. સાયબર ક્રાઈમમાં આવી અનેક ઘટનાને લઈને ફરિયાદ નોંધાતી હોય છે, ત્યારે દ્વારકા જિલ્લામાં ઓનલાઈન જુગારની ગેમિંગનું પ્રમોશન કરનાર ચાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામ ખંભાળિયા પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી ભરત લગારીયા, સુમાત ચાવડા, દીપક સાંથલપર, કેશુર ભાટીયા નામના 4 ઈન્ફ્લુએન્સર અટકાયત કરી છે. 


આ લોકો અનઅધિકૃત એપ્લિકેશન દ્વારા RAJA GAME-COME, RUMMY MARZ- COM, 102 DAYS- COM જેવી ગેમિંગ સાઈટનું પ્રમોશન કરતા હતા. આ લોકો પાસે કુલ 2.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અનધિકૃત ઓનલાઇન ગેમીંગ એપ્લિકેશનનું પ્રમોશન કરી સમાજના યુવા વર્ગને જુગાર જેવા સામાજિક દુષણ તરફ લઈ જતાં ઇસમો (ઈન્ફ્લુએન્સરો) ને પકડી પાડી તેમના વિરુદ્ધ  ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસો પહેલાં રાજકોટમાં ઓનલાઈન જુગાર ગેમને લઈને સોશિયલ મીડિયા માધ્મય પર જાહેરાત આપવા અને તેની લિંક મુકીને લોકોને પ્રોત્સાહિત કરવા મામલે બે ઈન્ફ્લુએન્સરો વિરૂદ્ધમાં સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ધાર્મિક જગશીભાઈ વાઘાણી અને દીપ ગોસ્વામી એમ બે ઈન્ફલુએન્સરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Reporter: admin

Related Post