વડોદરા : માનવજીવનને બચાવવા માટે આજે દુનિયા વિવિધ પદ્ધતિઓ અજમાવી રહી છે.

તેમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે – અંગદાન. ઘણીવાર આવું બને છે કે અકસ્માત કે કોઈ ગંભીર રોગના કારણે દર્દીનું અંગ ખોટું જાય છે. આવા સમયે કોઈ બીજાની મદદથી – જેમકે કિડની, યકૃત, આંખ વગેરેનું દાન – તેનું જીવન બચી શકે છે.આ જ વિષયને ધ્યાને રાખી વડોદરા શહેરમાં “અંગદાન જાગૃતિ અભિયાન” નું આયોજન કરવામાં આવ્યું.

આ અભિયાનને આરંભમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ,શહેર ભાજપ પ્રમુખ, ડે મેયર, ડો મિતેશ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.અભિયાન દરમિયાન વિવિધ હોસ્પિટલોના તજજ્ઞ ડોકટરો અને સ્વયંસેવકોએ લોકોને અંગદાન વિશે માહિતી આપી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યૌવનો અને વડીલોએ આ અભિયાનમાં ભાગ લીધો. “મૃત્યુ પછી પણ જીવવાનો સારો માર્ગ – અંગદાન” જેવા નારા સાથે રેલી યોજવામાં આવી.




Reporter: admin