News Portal...

Breaking News :

લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 આરોપીની ધરપકડ

2025-08-17 14:16:43
લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત  6 આરોપીની ધરપકડ


અમદાવાદ : ગુજરાતના ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. છેલ્લાં 5 દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે. 



દુધઈ ગામ નજીકથી તેના ફાર્મ હાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે.મળતી માહિતી મુજબ, પોલીસ તપાસમાં દેવાયત ખવડ દુધઈ ગામ નજીક સીસીટીવીમાં કેદ થયો હોવાની માહિતી મળી હતી. જોકે, પોલીસે માહિતી મળતાની સાથે તુરંત કાર્યવાહી હાથ ધરી અને દુધઈમાં તેના ફાર્મ હાઉસથી દેવાયત ખવડને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ, પોલીસે દેવાયત ખવડની પત્નીની પણ પૂછપરછ હાથ ધરી છે. દેવાયત ખવડ પર આરોપ છે કે, તેણે સનાથળમાં રહેતા યુવકની કારને ચિત્રોડ નજીત રિસોર્ટથી સોમનાથ જતો હતો ત્યારે તેની કારને ઠોકર મારી હતી. આ સિવાય દેવાયત સહિત 10-15 શખસોએ પાઇપ વડે હુમલો કરી યુવકના હાથ-પગ ફ્રેક્ચર કરી નાંખ્યા હતા, તેમજ રિવોલ્વર બતાવી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. 


આ સિવાય 42-43 હજાર લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર યુવકે દેવાયત ખવડ અને અન્ય શખસો દ્વારા હુમલો કરી લૂંટ કરી હોવાનું જણાવ્યું હતું.દેવાયત ખવડ પર આરોપ છે કે, તેણે સનાથળમાં રહેતા યુવકની કારને ચિત્રોડ નજીત રિસોર્ટથી સોમનાથ જતો હતો ત્યારે તેની કારને ઠોકર મારી હતી. આ સિવાય દેવાયત સહિત 10-15 શખસોએ પાઇપ વડે હુમલો કરી યુવકના હાથ-પગ ફ્રેક્ચર કરી નાંખ્યા હતા, તેમજ રિવોલ્વર બતાવી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ સિવાય 42-43 હજાર લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર યુવકે દેવાયત ખવડ અને અન્ય શખસો દ્વારા હુમલો કરી લૂંટ કરી હોવાનું જણાવ્યું હતું.

Reporter: admin

Related Post